અમરેલી જીલ્લાનાં લાઠી પો.સ્ટે. વિસ્તારમાંથી રોકડા રૂ.૪૫,૦૮૦/- તથા અન્ય વરલી મટકાનાં જુગાર લગત સાહિત્ય મળી કુલ રૂ.૫૦,૦૮૦/- નાં મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી આર.આર.સેલ. ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કવોડ તથા લાઠી પોલીસ.

*અમરેલી જીલ્લાનાં લાઠી પો.સ્ટે. વિસ્તારમાંથી રોકડા રૂ.૪૫,૦૮૦/- તથા અન્ય વરલી મટકાનાં જુગાર લગત સાહિત્ય મળી કુલ રૂ.૫૦,૦૮૦/- નાં મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી આર.આર.સેલ. ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કવોડ તથા લાઠી પોલીસ.*

➡ ભાવનગર રેન્જનાં જીલ્લાઓમાં જુગાર તથા દારૂ જેવી અસામાજીક પ્રવુતિ સદંતર નાબુદ કરવા સારૂ *ભાવનગર રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી* નાંઓએ ખાસ ઝુંબુશ ઉપાડેલ હોઇ, જે અન્વયે તમામ અધિકારીશ્રીઓને સુચના આપેલ હોઇ જેનાં ભાગરૂપે આજરોજ *આર.આર.સેલ. ભાવનગર રેન્જ નાં પોલીસ સબ ઇન્સપેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કવોડ નાં પોલીસ સબ ઇન્સપેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબ* ની સુચના અને માર્ગદર્શનથી રેન્જ પોલીસ સ્ટાફનાં માણસોને મળેલ બાતમી આધારે અમરેલી જીલ્લાનાં લાઠી પો.સ્ટે. વિસ્તારનાં *લાઠી ટાઉન* માંથી *રોકડા રૂ.૪૫,૦૮૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- તથા અન્ય વરલી મટકાનાં જુગાર લગત સાહિત્યમાં નોટબુક –પેન મળી કુલ રૂ.૫૦,૦૮૦/-* નાં મુદામાલ સાથે *વરલી મટકાનાં આંકડાનો જુગાર* રમાડતા એક ઇસમને ઝડપી પાડેલ છે.

💫 *પકડાયેલ આરોપી :-*
ગોપાલ ઉર્ફ ગોપી અશોકભાઇ ઓગાણીયા ઉ.વ.૨૪ ધંધો હીરાકામ /મજુરી રહે. લાઠી, પાવરહાઉસ પાછળ, તા.લાઠી, જી.અમરેલીવાળાને તા.૧૭/૦૨/૨૦૨૦ નાં ક:૧૬/૪૫ વાગ્યે અટક કરેલ છે.

💫 તેમજ મજકુર આરોપી જુદા જુદા ગ્રાહકો પાસેથી વરલી મટકાનાં જુગારનો વેપાર લઇ, જેની પાસે કપાત કરાવતો તે આરોપી કૌશિક ભરતભાઇ ગોહીલ રહે.દામનગર, તા.લાઠી, જી.અમરેલીવાળો એમ બન્નેં વિરૂધ્ધ *લાઠી પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૧૧૯/૨૦૨૦ જુગાર ધારા કલમ ૧૨(અ)* મુજબ ગુન્હો દાખલ કરાવી, લાઠી પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.

💫 આ કામગીરીમાં *આર.આર.સેલ. ભાવનગર રેન્જ નાં પોલીસ સબ ઇન્સપેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કવોડ નાં પોલીસ સબ ઇન્સપેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચનાથી હેડ કોન્સ જીતેન્દ્રભાઇ મકવાણા તથા પો.કો. જયેશભાઇ ધાધલ તથા ડ્રાઇવર મહેન્દ્રભાઇ ભુવા તથા લાઠી પો.સ્ટે.નાં પો.સ.ઇ.શ્રી વાય.પી.ગોહીલ સાહેબ તથા લાઠી પો.સ્ટે. નાં હેડ કોન્સ યુવરાજભાઇ વનરા, તથા પો.કો. મહાવીરસિંહ સિંધવ તથા ભવદીપભાઇ વાળા* વિગેરે જોડાયા હતા.

Translate »
%d bloggers like this: