કુડા હત્યાકાંડ:/ આખરે પરિવારજનોએ મૃતદેહો નો સ્વીકાર કરયો

બનાસકાંઠા એકજ પરિવારના ૪ વ્યકિતઓની હત્યા મામલે પોલીસે આરોપીઓને પકડવાની ખાતરી આપતા  અને સામાજીક અને રાજકિય આગેવાનોની સમજાવટ બાદ આખરે પરિવારજનોએ મૃતદેહો સ્વિકાર્યા છે. મળતી માહિતિ મુજબ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા સિધ્ધપુર મુકિતધામ લઇ જવા પરિવારજનો રવાના થયા છે. મહત્વનું છે કે, ભારે ઓહાપા બાદ શનિવારે સમગ્ર કેસમાં રેન્જ આઇ.જી. ઘ્વારા તપાસ સીટને સોંપવાનો નિર્ણય લેવાયો છે.

શુક્રવારે ગામના ચૌધરી કરશન પટેલના ઘરમાંથી ચાર લાશ મળી આવી હતી. મૃતક તેમના પુત્ર,પુત્રવધુ અને પૌત્ર હતા. બાદમાં આ મામલે એવી બાબત સામે આવી હતી કે, કે કરશન પટેલે જાતે પરિવારની હત્યા કરી ઝેર ગટગટાવ્યું હતું. જોકે ગ્રામજનોએ આ વાતને નકારી કાઢી છે. આ ઘટનામાં શંકાની સોય વ્યાજખોરો પર તકાઇ છે. ઘરની દિવાલ પર કેટલાક લોકોના નામ લખવામાં આવ્યા છે.

લાખણી હત્યાકાંડમાં શનિવારે લાખણી શહેર સ્વયંભુ બંધ પણ રખાયુ હતુ. ચૌધરી સમાજના આગેવાનો અને બનાસકાંઠા સાંસદે પણ પરિવારજનોને મુલાકાત લીધી હતી. શનિવારે બપોર બાદ પોલીસે હત્યારાઓને પકડવાની ખાતરી આપતા આખરે પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, ચારેય મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે સિધ્ધપુર મુકિતધામ લઇ જવા માટે પરિવારજનો રવાના થઇ ગયા છે.

 

વસરામ ચૌધરી બનાસકાંઠા

Translate »
%d bloggers like this: