ભારત માં પેટ અને ગટર સરખા છે

ભારત માં પેટ અને ગટર સરખા છે

ખોરાક શુદ્ધ મળવો મુશ્કેલ બનતો જાયછે

આ દેશ ખાદ્ય ચીજો પેદા કરે છે.પણ ગ્રાહક સુધી પહોંચતા કે ફૂડ તૈયાર થતા સુધીમાં માં મિલાવટ સાથે ભેટો થઈ જાય છે. *આ મિલાવટ કહો કે ભેળસેળ માનવ જીવન માટે રોગ નું ઘર બની જાય છે.


ગ્રામ્ય જીવન ખૂબ સારું હતું.કદાચ ચોખ્ખાઈ ન હતી પણ શુદ્ધતા હતી.પોતાના ખેતર માં પકવેલું કે ઉગાડેલું તાજું પણ હતું અને શુદ્ધ પણ હતું.સૌથી પહેલા ભેળસેળ મસાલા માં આવી.મરચું હોય..હળદર હોય..ધાણા જીરું હોય..કે તેલ હોય.બધુજ શહેરમાં તો મિલાવટ રામ.આજકાલ તો દૂધ..છાશ..માખણ..ઘી..દાળ..ચોખા..બધુજ મિલાવટ ભેળસેળ કે ડુપ્લીકેટ. માનવ જીવન માં ખોરાક આધારિત જીવલેણ અને અસાધ્ય રોગો ઘર કરી ગયા છે.
કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવી અચરજ પમાડનાર મિલાવટ.કે બનાવટ હવે તો માણસ માણસ ને છેતરે છે..અગાઉ માત્ર દુશ્મન છેતરપિંડી કરતા હવે તો પરિચિત એક બીજા ને છેતરે છે.
ખાદ્ય ચીજો માં મિલાવટ અતિ ગંભીર ગુન્હો ગણાય પણ જવાબદારો પોતાની પ્રામાણિક જવાબદારી થઈ છટકે છે.કોઈ ચીજ સસ્તી કરવા જ મિલાવટ થાય છે એવું નથી.ઉત્પાદન વધુ લેવા કે જીવજંતુ નો નાશ કરવા પણ આજકાલ દવા નો ઉપયોગ થઈ રહ્યો છે.રાસાયણિક ખતરો નો ઉપયોગ થઈ રહ્યો છે. પ્રતિબંધિત દવાઓ ખૂબ મોટા પ્રમાણ માં થઈ રહ્યો છે. અને સહેલાઇ થઈ મળે પણ છે.
દુબઇ જેવા દેશમાં કોઈ ખાદ્ય ચીજ નું ઉત્પાદન નથી.એક ખજૂર સિવાય. છતાં કોઈ ચીજ માં ભેળસેળ નહીં.પીવાનું પાણી પણ અલગ અલગ દેશનું અને અલગ અલગ ભાવે મળે પણ મિક્સિંગ નહીં કે માપ માં કે વજન માં ફેર નહીં.દૂધ સહિત બધીજ આઈટમ માં એકસપાયરી ડેટ મારેલી હોય.દગો નહીં.કારણ કાયદા કડક છે અને ચુસ્ત રીતે અમલ થાય છે..
ભારત એક એવું માર્કેટ છે ઊંચા ભાવ ની બ્રાન્ડ ની હરીફાઈ માં નીચા ભાવની વસ્તુઓ પધરાવવા નો ધીકતો ધંધો ચાલે છે. સૌથી મોંઘુ સોનુ પણ મિલાવટ વિનાનું શુદ્ધ સોનુ મળે છે..
આમતો ગુજરાતી માં એક કહેવત છે. રૂપિયા ના છુટ્ટા લેવા જાય અને ત્રણ અડધા ગોતે.ગમે તેવા શોરૂમ માં જાય લારી વાળા પાસે ભાવ કરાવે એવી રીતે અડધા માં માગણી કરે..વેપારીએ ગ્રાહક ને પકડી રાખવા વધુ ભાવ કહીને પછી ઘટાડવા પડે.પણ સીધાંજ વ્યાજબી ભાવ કહે અને વહેણ ન રાખે તો ગ્રાહક બીજી દુકાને ચાલ્યો જાય.
આ દેશ ની ટ્રેજેડી પણ કેવી જમવાનું પણ સસ્તું ગોતે. સવાર નો નાસ્તો કરવા જાય ગાંઠિયા 50 ગ્રામ લ્યે અને મફત ના મરચા 150 ગ્રામ ખાય.છતાં ચટણી તો ખરીજ.
આ દેશ માં પગના પગરખાં થી માંડી ને માથાના તેલ સુધી બધુજ મિલાવટ અને નોન સ્ટાન્ડર્ડ દુકાનદાર ગ્રાહક ને છેતરે..ઉત્પાદક દુકાનદાર ને છેતરે.. આખરે ઉધારમાં હાથી પણ બાંધે.અને ચૂકવતા સમયે ઊંચા હાથ કરે બધાને ખૂબ ઊંચું જીવન જીવવું છે.બધાને એક બીજા ની દેખા દેખી માં ચાલવું છે..
આ દેશનો વેપારી..ગ્રાહક..નાગરિક જ છેતરાય છે એવું નથી. ચૂંટણી માં મતદાર છેતરાય અને ક્યારેક ક્યારેક તો નેતા પણ છેતરાય ખાઈ પી ને જલસા કરે અને સિક્કા બીજાને મારે.. આવુજ પ્રેમ માં પણ ચાલે પ્રેમ ક્યાંક કરે ને લગ્ન ક્યાંક કરે..આ છે આપણું ભારત..ધંધા માં કોઈ કોઈ નો સાગો નહીં..અને ધંધામાં કોઈની શરમ નહીં. રોકડે થી ખરીદે નહીં અનેંઉધાર માં વેચે નહીં. દરેક દુકાનમાં બોર્ડ હોય *આજે રોકડા કાલે ઉધાર આ ભેળસેળ ની દુનિયા માં કોઈ ને કોઈ પણ ચીજ ના અસલ સ્વાદ ની પણ ખબર નથી. અધૂરામાં પૂરું ખોટું બોલવાની તાલીમ મોબાઈલ ના સંશોધન પછી આપો આપ મળી આ દેશમાં સૌ સામ સામે એકબીજા ને છેતરે છે.છતાં આ દેશ પ્રગતિ કરે છે.અને કોઈને પણ છેતરાયા નું દુઃખ નાથ પણ છેતર્યા નો આનંદ છે. આને કહેવાય મોજમાં રેવું મોજ માં રેવું…મોલ માં રેવું રે…

લી: લાભુભાઈ પી. કાત્રોડિયા.

ગુજરાત સત્તા..ભાવનગરમો..૯૪૨૬૫૩૪૮૭૪

Translate »
%d bloggers like this: