પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિરાટ સરદાર સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં કરી ભાવવંદના 

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રી

 કુંવરજીભાઇ બાવળીયાએ વિરાટ સરદાર સાહેબની 

અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં કરી ભાવવંદના 

 

 વિશ્વ વન, વોલ ઓફ યુનિટી, નર્મદા ડેમ,

 વેલી ઓફ ફલાવર્સ, કેકટસ ગાર્ડન વગેરેની મુલાકાતથી 

અત્યંત પ્રભાવિત થયેલા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

         રાજપીપલા, બુધવાર:-  ગુજરાતનાં પાણી પુરવઠો, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલનનાં મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ગઇકાલે કેવડીયા કોલોનીના સરકીટ હાઉસ ખાતે આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટરશ્રી એસ.બી.પટેલ, નાયબ વન સરંક્ષકશ્રી પ્રતિક પંડ્યા, નાયબ પશુપાલન નિયામકશ્રી જિજ્ઞેશ.આર.દવે સહિતના અધિકારીઓએ પુષ્પગુચ્છથી ઉષ્માભર્યું સ્વાગત કરી મંત્રીશ્રીને આવકાર્યા હતા.

મંત્રીશ્રી બાવળીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવ વંદનના કરી હતી. ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ વ્યુંઇંગ ગેલેરી-પ્રતિમાના હદયસ્થાનેથી વિધ્યાંચલ-સાતપુડાની ગિરીમાળાઓના દર્શન અને “મા નર્મદા”ના દર્શન થકી પવિત્ર ઔલોકિક ઉંચાઇએ પહોચ્યાંની અનુભૂતિ કરી હતી તેમજ સ્ટેચ્યુ મ્યુઝિયમમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન-કવનને વણી લેતી અને નર્મદા ડેમના નિર્માણમાં આજદિન સુધીની જુદા જુદા તબકકામાં થયેલી કામગીરીની દસ્તાવેજી ફિલ્મ પણ રસપૂર્વક નિહાળ્યા બાદ વોલ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી ત્યાબાદ તેઓશ્રીએ વિશ્વવન,નર્મદા ડેમ, વેલી ઓફ ફલાવર્સ, કેકટસ ગાર્ડન વગેરેની પણ મુલાકાત લઇ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા અત્યંત પ્રભાવિત થયા હતાં.

Translate »
%d bloggers like this: