જેસર તાલુકાના કોટામોઇ ગામે ચાલી રહેલા મનરેગાના કામમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર

ઉપરનો વિડીયો જાહેર કરવામાં આવે છે, અને જણાવવામાં આવે છે કે કોટામોઇ ગામે ચાલી રહેલા મનરેગાના કામમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને જેના ભ્રષ્ટાચારમાં ગામના કાર્યકર્તાઓ થી માંડીને અધિકારીઓ પણ શમેલ છે

(1) મજુર લોકોના પગારમાં મોટો કપાત કરવામાં આવ્યો છે

(2) પૂર્તુ કામ કરવા છતાં પણ સરકાર ના નિયમ અને જાહેરાત મુજબ 224/- રુપિયા મજૂરીના બદલે ૯૦% ટકા લોકોને 100/- રૂપિયાની નીચે મંજૂરી આપવામાં આવી છે એનો જવાબ તાલુકા કક્ષાએ માગવા જતા ન આપ્યો અને મજૂરીનું કામ પણ બંધ રાખવામાં આવ્યું હતું

(3) ગામના અમુક લોકો મનરેગા કામે ન જતા હોવા છતાં પણ તેમના અકાઉન્ટમાં પૂરતી મજૂરી સાથે રકમ જમા કરવામાં આવેલ છે

(4) જો તમને પણ લાગે કે કોટામોઈ ગામ માં મનરેગા કામમાં મજૂરો સાથે અન્યાય થયેલ છે અને તેમણે તેની પૂરતી મજૂરી મળવી જોઈએ તો મજુરોના કરેલા કામ અને મજૂરોએ પાડેલા પરસેવાના પૈસા મળી રહે તે માટે આ વિડીયો વધુમાં વધુ વોટ્સએપ અને ફેસબુક દ્વારા શેર કરવા નમ્ર વિનંતી જેથી સરકારી અધિકારીઓ ને પણ જાણ થાય કે ગ્રામિણ વિસ્તાર ના લોકો પણ પોતાના અધિકારનિ લડત માટે તૈયાર છે..
લી- કોટામોઇ ગામનો નાગરિક

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા

Translate »
%d bloggers like this: