, *કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ની સરાહનીય કામગીરી થી વિછાવડ ગામના ખેડુત ને વળતર મળ્યું*

 

તાજેતરમાં જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના વિછાવડ ગામનાં ખેડુત ગોબરભાઈ મેઘજીભાઈ હિરપરા કે જેમના ખેતરમાં NCC લીમીટેડ કંપની દ્વારા પાઈપલાઈન નાખવાનું કામ થયેલું કોઈ કારણોસર કામકાજ બંધ રહેતા અઢાર મહિનાથી પાઈપલાઈન માટે ખોદકામ કરેલ જગ્યા અને માટીના ઢગલા પડી રહેવાથી આશરે ચાર વિઘા જમીન વાવેતર કર્યા વગર પડી રહેલ, જે ખેડુત દ્વારા

 

કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ને રજુઆત કરવામાં આવતા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ના જુનાગઢ જીલ્લા પ્રમુખ નિલેષભાઈ પોશીયા દ્રારા કંપની તથા સરકારી અધીકારીઓને અસરકારક રજુઆત કરાતા ખેડુત ને અઢાર મહિનાના વળતર પેટે રૂપિયા ૪૫૦૦૦/- અને રૂપિયા ૧૮૦૦૦/- રકમ અપાવવામાં આવી અને ખેડુતે ન્યાય મળ્યાનો સંતોષ અનુભવ્યો તેમજ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ નો આભાર વ્યક્ત કરેલ આ કામગીરીમા જુનાગઢ જીલ્લા પ્રમુખ નિલેષભાઈ પોશીયા, જામનગર જીલ્લા પ્રમુખ અમિતભાઈ સભાયા તથા પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઈ અકબરી એ પુરો સાથ આપેલ તેમજ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ મોરી તથા પ્રદેશ મહામંત્રી રમણીકભાઇ જાની એ શ્રેષ્ઠ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમ પ્રદેશ મિડિયા સેલ પ્રમુખ હિરેન કાનાણી ની પ્રેસનોટ મા જણાવવામાં આવ્યું હતુ.

Translate »
%d bloggers like this: