કિસાન સંધ ને શા માટે આવેદન પત્ર આપવું પડ્યું

અમરેલી

ભારતીય કિસાન સંઘ દ્વારા અમરેલી કલેકટર ને આપ્યું આવેદન
અમરેલી જિલ્લા તમામ કિસાન ની લાગણી આપ સરકારશ્રી સુધી પહોંચાડીએ છીએ કે હાલ માં જે ની ચર્ચા ચાલી રહી છે
જે માનવ જીવન અને જનજીવન માટે અત્યંત ઘાતક અને ખતર નાક નુકસાન કારક દવા htbt કપાસ નું બિયારણ આજે બજાર માં ખેડૂતો ના ઘર સુધી પહોંચી ગયું

આ ખૂબ સંવેદનશીલ વિસ્ય છે કે આવા બીજ ની કોઈ ભારત સરકારે મંજૂરી આપી જ નથી છતાં આવી કંપની પાછલા દરવાજે થી ગેરકાનૂની રીતે પોતાની માત્ર ને માત્ર પોતાના ફાયદા માટે આવિ ગયેલ છે આવા બિયારણ સાથે કેન્સર ની આપદા પણ ખેડૂત સાથે કેન્સર પણ ભેટ માં આપે છે

આ ઉપરાંત નિંદામણ માટેની દવા ગલાયફોસેટ રાઉન્ડ ઉપ એ કેન્સર પેદા કરનાર છે જે 11 દેશો ના 17 વૈજ્ઞાનિકો ની પેનલે જાહેર કરેલ છે એ ગલાયકો સેટ ના અત્યંત ઘાતક અને ગંભીર પરિણામો પશુ ઓ ખેતી ખેડૂતો મનુષ્યો અને ધરતી પર ના તમામ જીવજંતુઓ પર જોવા મળે છે આ કંપની ને યુ એસ ની કોર્ટે લગભગ 300 મિલિયન ડોલર થી વધું નો દંડ માત્ર 3 કેન્સર હોસ્પિટલ ને આપવાનો આદેશ કર્યો હતો

ત્યારે અમો આપના સમક્ષ આ આવેદન પત્ર ના માદયમથી જેમના દ્વારા htbt બિયરણ કિસાનો સુધી પહોંચાડવામાં આવે છે તેના ઉપર સખત કાનૂની કાર્ય વાહી કરવામાં આવે તેવી માંગણી કરીએ છીએ .આ કાર્યક્રમ મા પ્રદેશ મંત્રી સામતભાઈ જેબલિયા,સૌરાષ્ટ્ર ઝોન સંયોજક વિનુભાઈ દુધાત, દેવરાજભાઈ ઈશામલીયા, લાલજીભાઈ વેકરીયા,અમરેલી વિભાગ જિલ્લા પ્રમુખ વસંતભાઈ ભંડેરી , જીલ્લા કોષાધ્યક્ષ મજબૂતભાઈ બસીયા, સાવરકુંડલા જિલ્લા પ્રમુખ બબાભાઈ વરુ, જીલ્લા મન્ત્રી લાભુભાઈ ગજેરા , મંગળુભાઈ રાજુલા, વાલાભાઈ ધાખડા, મહિપતભાઈ,આલકુભાઈ ખુમાણ, મગનભાઈ કોલડીયા તેમજ દરેક જિલ્લામાંથી તાલુકા ના પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ તેમ ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રચાર પ્રમુખ બિમલભાઈ કાછડીયા ની યાદીમાં જણાવવામાં આવેલ છે

સમાચાર :-યોગેશ કાનાબાર

Translate »
%d bloggers like this: