200 એકર માં ખેડૂતોનો ઉભો માલ પાણી વિના સુકાતા લાખોનું નુકસાન

છેલ્લા ત્રણ દિવસથી ઝુંડા ફીડર ખોટકાતા એગ્રીકલ્ચરની થ્રીફ્રેઝ લાઈન બંધ થઈ જતા ભરઉનાળે 200 એકર માં ખેડૂતોનો ઉભો માલ પાણી વિના સુકાતા લાખોનું નુકસાન. વાવડીના એક ખેડૂતના પપૈયા અને ગલગોટાના છોડને પાણી ન મળતા છોડ સુકાતી 30 હજારનું નુકશાન.
 પ્રિમોન્સુન કામગીરી ન થતાં, ઝાડની ડાળીઓ ન કપાતા નીલગીરીના ઝાડની ડાળીઓ માં વીજળીના તારથી ઝાડની ડાળીઓ બળી જતા નીલગીરીને ભારે નુકસાન.
વારંવાર રજૂઆત છતાં વીજ કંપનીની નિષ્ક્રિયતા સામે ભારે રોષ.
 રાજપીપળા, તા.24
 નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી ન થતાં ઝાડની ડાળીઓ કપાતા ચાલુ વીજ વાયરો ઝાડની ડાળીઓને મળી જતા હોય વારંવાર વીજ ફોલ્ટ સર્જાતા હોય ખેડૂતોને ભર ઉનાળે 8 કલાકની એગ્રીકલ્ચરની પૂર્તિ લાઈટ ન મળતા પાણી વિના  ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં રાજપીપળા નજીક આવેલા ઝૂંડા ગામે છેલ્લા ત્રણ દિવસથી ઝુંડા ફીડર ખોટકાતા એગ્રીકલ્ચરની લાઇન બંધ થઈ જતા ભર ઉનાળે 200 એકરમા ખેડૂતોનો ઉભો માલ પાણી વિના સુકાતા લાખોનું નુકસાન થયાના અહેવાલ છે.
જેમાં વાવડીના એક ખેડૂત પ્રવીણભાઈ ગુલાબભાઈ પટેલના ખેતરમાં પપૈયા અને ગલગોટાના છોડ પાણી ન મળતાં ગલગોટાના તમામ છોડ સુકાઈ જતા ખેડૂતને 30 હજારનું નુકસાન થયાના અહેવાલ છે. જ્યારે બીજી તરફ પ્રિમોન્સુન કામગીરી ન થતા ઝાડની ડાળીઓ ન કપાતા કેવડીયા તરફના રોડ પર આવેલી નીલગીરીના ઝાડની ડાળીઓમાં વીજળીના તાર અડી જતાં ઝાડની ડાળીઓ બળી જતા નીલગીરીને ભારે નુકસાન થયાના અહેવાલ છે. આજે ત્રણ દિવસ પછી ચોથે દિવસે તંત્ર મોડું જાગતા વીજ ફીડર ચાલુ કરતા વીજ પુરવઠો ચાલુ કરતા ખેડૂતોને હાશકારો અનુભવ્યો હતો.
 આ અંગે વાવડી ગામના ખેડૂત પરેશભાઈ પટેલ જણાવ્યું હતું કે વારંવાર વીજ કંપનીને રજૂઆત છતાં વીજ કંપનીની નિષ્ક્રિય રહેતા ત્રણ દિવસથી જ ફીડર ખોટકાયું હોવાથી અને વીજ ફોલ્ટ મળતો ન હોવાથી 200 થી 300 એકરમાં વીજળીના પાણી વિના ખેડૂતોનો ઉભો માલ સુકાવા માંડતા તંત્ર સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયેલો છે. ચોમાસા પહેલા પ્રિમોન્સુન કામગીરી કરેલ ન હોવાથી વારંવાર નાનામોટા ફોલ્ટ  સર્જાતા હોઈ અને ઘણી વાર ફોલ્ટ મળતો ન હોય ફોલ્ટ શોધવામાં વિલંબ થતો હોય 8 કલાકની પૂરતી વીજળી ખેડૂતોને મળતી ન હોવાને કારણે ખેડૂતોને સહન કરવામાં  આવે છે. જોકે ગઈ કાલે વારંવાર રજૂઆત બાદ ઝૂંડા ફીડર ચાલુ કરાયું છે તેનાથી રાહત થઇ છે પણ થયેલા નુકસાનની ભરપાઈ કોલ કરશે ?   
રિપોર્ટ : જ્યોતિ  જગતાપ,  રાજપીપળા
Translate »
%d bloggers like this: