પોકેટ કોપ ની મદદ થી ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લા તથા રાજસ્થાનના પીન્ડવાડા પોલીસ સ્ટેશનના મોટર સાયકલ ચોરીના છ ગુન્હા ડીટેકટ કરતી ખેરોજ પોલીસ

*પોકેટ કોપ ની મદદ થી ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લા તથા રાજસ્થાનના પીન્ડવાડા પોલીસ સ્ટેશનના મોટર સાયકલ ચોરીના છ ગુન્હા ડીટેકટ કરતી ખેરોજ પોલીસ*

*શ્રીચૈતન્ય મંડલીક સાહેબ પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા-હિંમતનગર* નાઓએ મોટર સાયકલ ચોરી તથા મીલ્કત સંબધી ગુન્હા બનતા અટકાવવા તેમજ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા અંગે આપેલ સુચનાઓ અન્વયે તેમજ *શ્રી ડી.એમ.ચૌહાણ સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી,ઇડરવિભાગ,ઇડર* નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ *અમો એચ.એસ.ત્રિવેદી તથા પોલીસ સ્ટાફના માણસો* વિગેરે કોટડાગઢી ખાતે વાહન ચેકિંગમાં હતા દરમ્યાન કોટડાછાવણી તરફના રોડેથી એક ઇસમ હીરો કંપનીનુ પેશન પ્રો મોટર સાયકલ જેનો રજીસ્ટર નંબર- GJ.10 BM.6756 નુ લઇને આવતાં તેને ઉભો રાખી તેના કબ્જાની બાઇકનો નંબર પોકેટકોપની મદદથી ચેક કરતા તેમજ ગાડીના કાગળો બાબતે પુછતાં ગલ્લા-તલ્લા કરતો હોઇ સદરી ઇસમની હિલચાલ શંકાસ્પદ લાગતાં તેની યુકિત-પ્રયુકિતથી પુછ-પરછ દરમ્યાન આ ઇસમે આ બાઇક ચોરીનુ હોવાનુ કબુલાત આપતો હોઇ સદરી ઇસમનુ નામઠામ પુછતાં પોતે-પોતાનુ નામ *અબ્દુલગફાર ઉર્ફે સોનુ અબ્દુલરજાક અબ્બાસી ઉ.વ.૨૨ રહે.કોટડા કોતવાલી ચોરાહા તા.કોટડાછાવણી જી.ઉદેપુર રાજસ્થાનનો* હોવાનુ જણાવતો હોઇ સદરી ઇસમને સી.આર.પી.સી.ક.૪૧(૧)ડી મુજબ ક.૧૩/૩૦ વાગ્યે અટક કરવામાં આવેલ અને આરોપીને પોલીસ સ્ટેશન લાવી યુકિત-પ્રયુકિતથી વધુ પુછ-પરછ કરતાં આ મોટર સાયકલ આજથી બે વર્ષ અગાઉ હિંમતનગર ખાતેથી ચોરી કરેલાનુ જણાવેલ અને આ સિવાય પણ બીજા દસેક જેટલા મોટર સાયકલો ચોરી કરી પોતાના ઘરે રાખેલ છે.તેવુ જણાવતાં સદરીના ઘરે જઇ તપાસ કરતાં દસેક મોટર સાયકલો સી.આર.પી.સી.ક.૧૦૨ મુજબ કબ્જે લેવામાં આવેલ અને સદર મોટર સાયકલ બાબતે તપાસ કરતાં *(૧)હિંમતનગર બી ડીવીજન પોલીસ સ્ટેશન,*
*(૨)ઇડર પોલીસ સ્ટેશન*
*(૩)ખેરાલુ પોલીસ સ્ટેશન*
*(૪)વડનગર પોલીસ સ્ટેશન*
*(૫)છાપી પોલીસ સ્ટેશન*
*(૬)પીન્ડવાડા પોલીસ સ્ટેશન જી.શીરોહી રાજસ્થાન*
*વિગેરે પોલીસ સ્ટેશનના મોટર સાયકલ ચોરીના ગુન્હા ડીટેકટ કરવામાં સફળતા મેળવેલ છે.* *તેમજ અન્ય પાંચ મોટર સાયકલ મળી કુલ રૂપિયા-૨,૭૫,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હાઓ ડીટેકટ કરવામાં સફળતા મેળવેલ છે.*
*આ કામગીરી કરવામા એચ.એસ.ત્રિવેદી પોલીસ ઇન્સ્પેકટર તથા સ્ટાફના માણસો અ.હે.કો.બાબુભાઇ વાલજીભાઇ તથા આ.પો.કો.કૌશિકકુમાર રાજુભાઇ તથા આ.પો.કો.દિપકભાઇ પોપટભાઇ તથા અ.પો.કો.રાજેન્દ્રસિંહ બળવતસિંહ તથા આ.પો.કો.હિરાભાઇ મેરાભાઇ તથા આ.પો.કો.જયદિપસિંહ નરેન્દ્રસિંહ તથા આ.પો.કો.શૈલેષભાઇ મોતીભાઇ તથા આ.પો.કો.કુલદીપભાઇ કીકમભાઇ તથા ડ્રા.પો.કો.કુલદીપભાઇ બચુભાઇ નાઓ જોડાયા .

રિપોર્ટ. ગોરાહવા ઉમેશ 

Translate »
%d bloggers like this: