ખેલ મહાકુંભ-૨૦૧૯ ખેલાડીઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરાયું

ખેલ મહાકુંભ-૨૦૧૯ ખેલાડીઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરાયું

મહેસાણા

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ ૨૦૧૯નું આયોજન કરાયું છે. ખેલાડીઓ ૧૫ ઓગષ્ટ ૨૦૧૯ સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન www.khelmahakumbh.org  ઉપર કરી શકાશે. મોબાઇલ એપ્લીકેશન ઉપર પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે. ખેલ મહાકુંભ ૨૦૧૯માં અંડર ૧૯,૧૧,૧૪,૧૭ ઓપન એજ (સીનીયર)ગ્રુપ ૪૦ વર્ષથી ઉપર, ૬૦ વર્ષથી ઉપર વય જૂથની સ્પર્ધાઓ યોજાશે. શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન ફરજીયાત કરવાનું રહેશે આ અંગેની વધુ વિગતો માટે ૦૨૭૬૨-૨૨૨૬૦૨ ઉપર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Translate »
%d bloggers like this: