ખેડા જિલ્લામાં આવેલ સારસા ગામ ખાતે આવેલ શાહેઆલમ રોજા ટ્રસ્ટની માલીકીની જમીન ભુમાફિયાઓ દ્વારા કબ્જો કરી વેચાણ કરવા જ્તાં શાહેઆલમ રોજા ટ્રસ્ટનાં ટ્ર્સ્ટીશ્રી સૈયદ અબ્દેમુનાફ બાપુમીયાં બુખારી નાઓ પહોંચી જઈ જમીનનો કબજો લઈ ભુમાફિયાઓનાં ઇરાદાઓ નાકામ કરી દીધા

આથી અમો સૈયદ અબ્દેમુનાફ બાપુમીયાં બુખારી, ટ્રસ્ટી, હજરત શાહેઆલમ રોજા ટ્રસ્ટ, અમદાવાદ. રજીસ્ટ્રેશન નંબર બી-૭૩૯, અમારા દાદા સૈયદ મોહંમદ સિરાજુદ્દિન શાહેઆલમ બુખારી (ર.અ), શાહેઆલમ અમદાવાદ જેના અમો વંશજ છીએ અને શાહઆલમ રોજાનાં ટ્રસ્ટી છીએ. હજરત મોહંમદ સિરાજુદ્દિન શાહેઆલમ (ર.અ) (અમારા દાદા) ને મોગલ બાદશાહો, અમીરો,રાજાઓ,

પેશ્વાઓ વિગેરે તરફથી અમદાવાદ સહિત ગુજરાતનાં અન્ય ઘણા જિલ્લાઓમાં ઇનામી જમીન તેમના વંશવારસના ગુજર બસર અને ઉપયોગ માટે આપવામાં તેવી રીતે જ હાલનાં ખેડા જિલ્લાનાંસારસા ગામને ઇનામી ગામ રૂપે હજરત મોહંમદ સિરાજુદ્દિન શાહેઆલમ (ર.અ) (અમારા દાદા) ને આપવામાં આવેલ હતી. તાજેતરમાં આ જમીન ઉપર કેટલાંક ભૂમાફિયાઓ તેમજ ગુંડાઓ અને ગેરકાયદેસર રીતે જમીન ઉપર કબ્જો કરતાં લુખ્ખા તત્વો પોતે શાહે આલમ નાં કર્તાહર્તા અને વહીવટદાર છે તેમ રેકર્ડ મા ખોટા નામ ઘુસાડવાની કોશિષ કરેલ અને સારસા ગામમાં ઓફિસ બનાવી બાંધકામ શરૂ કરેલ અને ગેરકાયેસર રીતે જમીન પચાવી પાડવા અને બારોબાર વેચી દેવા પ્રયત્ન કરેલ જે બાબતની જાણ ગામના ખેડુંતો દ્વારા અમોને (ટ્રસ્ટી હજરત શાહે આલમ રોજા, સૈયદ અબ્દેમુનાફ બાપુમીયાં બુખારી) થતાં, તાત્કાલિક સારસા ગામ પહોંચી ગયેલ અને ગામમાં વર્ષોથી ખેતી કરતાં ખેડુંતોને સાથે રાખી સમજણ આપેલ કે, સારસા ગામની જગ્યા અમારા દાદા હજરત સૈયદ શાહઆલમ (ર.અ) ને ઇનામી રૂપે મળેલ હતી. જેથી કોઇ પણ લેભાગુ, ભુમાફિયા, કોઇ પણ જાતનાં સ્વયંભૂ બની બેઠેલ શાહે આલમ (ર.અ) નાં વહીવટદાર તરીકે આવીને અહીંયા બતાવે તો તે માનવુ નહીં અને જો આવુ કોઇ કૃત્ય કરતાં જણાશે તો તેની ઉપર કાયદેસરના ફોજદારી રાહે પગલાં લેવામાં આવશે. સદરહુ જમીન ટ્રસ્ટની માલીકીની હોઇ અને વકફ અધિનિયમ હેઠળ આવતી હોય વેચાણ આપી શકાય નહી, તથા અમોએ સ્થળ ઉપર રૂબરૂ જઈને શાહે આલમ રોજા ટ્રસ્ટનાં હિતમાં ટ્રસ્ટની માલીકીના ચેતવણીવાળા નોટીસ બોર્ડ લગાવેલ છે અને ગેરકાયદેસર કબજો કરનાર લોકોને ભાગાડવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: