માટી ચોરી કૌભાંડ બાદ હવે સમગ્ર નર્મદા જિલ્લામાં ખનનની તપાસના નર્મદા કલેક્ટરે આદેશ આપ્યા

રુડેશ્વર માટી ચોરી કૌભાંડ બાદ હવે સમગ્ર નર્મદા જિલ્લામાં ખનનની તપાસના નર્મદા કલેક્ટરે આદેશ આપ્યા

 ગરુડેશ્વર માટી ચોરી કૌભાંડમાં ખાણ અને ખનીજ વિભાગે પોલીસને માહિતી આપી. 
 તપાસની વિગતોના આધારે એફ.આઇ.આર નોંધશે. 
 સેટેલાઈટથી સર્વે કરાવીને રિપોર્ટ તૈયાર કરાયો 
જિલ્લામાં જ્યાં પણ ખનન થતું હશે ત્યાં તપાસ કરાવીશુ- કલેકટર 
 રાજપીપળા તા 12 
નર્મદા ગુરૂડેશ્વર ખાતે રહેલા ટ્રાઇબલ મ્યુઝિયમની જગ્યા માંથી ૭ કરોડ રૂપીયા ઉપરાંતની માટીચોરીનું કૌભાંડ બાદ નર્મદા કલેક્ટરે હવે સમગ્ર જીલ્લામાં થઇ રહેલો માટીચોરી  માટે આદેશ આપતા ચકચાર મચી જવા પામી છે. ગરુડેશ્વર માટીચોરી કૌભાંડમાં ખાણ અને ખનીજ વિભાગે પોલીસને માહિતી આપી દીધી હોય હવે પોલીસની ઇન્વેસ્ટિગેશન શરૂ થશે. 
ગરુડેશ્વર ટ્રાઇબલ મ્યુઝિયમની જગ્યા માંથી માટીચોરી ને અરજી આવેલ હોય તેની કલેકટર તથા પોલીસ બન્ને તપાસ કરી રહ્યા છે. કલેકટરના જણાવ્યા અનુસાર જિલ્લામાં કોઈપણ જગ્યાએ પણ રેતી કે માટી ખનન કે કોઈ અન્ય કોઈ કુદરતી સંપત્તિઓની ચોરી થતી હોય તેની તપાસ કરવા ખાન ખનીજ વિભાગને ટીમો બનાવી કડક ચેકિંગ કરવાની સૂચના આપી દીધી છે માટી ચોરીમાં પણ કસુરવાર સામે પગલાં ચોક્કસ ભરાશે એમ કલેકટર પટેલે જણાવ્યું છે જ્યારે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના જણાવ્યા અનુસાર ખાન ખનીજ વિભાગની અરજીના આધારે પોલીસે હાલ તપાસ કરી રહી છે ગરુડેશ્વર માટી ચોરી મા તપાસમા જે નામ બહાર આવશે તે પ્રમાણે FIR નોંધી કાયદેસર કાર્યવાહી પોલીસ કરશે.
 જ્યારે માઇન સુપરવાઈઝર, નર્મદાએ જણાવ્યું હતું કે ગાંધીનગરથી ટ્રાયબલ વિભાગમાંથી જ્યારે અમને પત્ર મળ્યો ત્યારે અમે સુરતથી સર્વે બોલાવી સેટેલાઇટની મદદથી કરાવી માટીન સર્વેનો રિપોર્ટ આપ્યો છે. બહારથી સર્વે દ્વારા કામગીરી કરાવી હોય એટલે વિલંબ થયો છે. માટી ચોરીમાં અમારો વિભાગ પણ તપાસ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. 
રીપોર્ટ : જ્યોતિ  જગતાપ,  રાજપીપળા
Translate »
%d bloggers like this: