અમરેલી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતગઁત જિલ્લા ની કુલ 952 સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યુ

 

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જિલ્લાની કુલ ૯૫૨ સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ટેબલેટ નું વિતરણ કરવામાં આવેલ જેમાં જિલ્લાના ૧૧ તાલુકાઓમાં શાળા દીઠ એક ટેબલેટ નું વિતરણ કરવામાં આવેલ છે તેમાં અલગ-અલગ સોફ્ટવેર દ્વારા બાળકોને ઘરે બેઠા અભ્યાસ કરાવી શકાય તે હેતુથી સરકાર શ્રી દ્વારા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે

જેથી બાળક ઘરે બેસીને વર્ચ્યુઅલ ક્લાસરૂમ નો વધારેમાં વધારે ઉપયોગ કરે અને બાળક તેમના ધોરણના વિષયોમાં ઘરે બેસીને અભ્યાસ કરી શકે છે તે મુખ્ય હેતુઓ છે અને સરકારશ્રીના અભિગમ મુજબ ભાર વગરનું ભણતર અને પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયાનુ સપનું સાકાર થાય તે મુખ્ય ઉદેશ થી આ ટેબલેટ વિતરણ કરવામાં આવેલ છે

Translate »
%d bloggers like this: