અમરેલી જિલ્લા મા પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન અંતર્ગત મોટાપાયે ભ્રષ્ટાચાર થયાની વિગતો સામે

અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન અંતર્ગત મોટાપાયે ભ્રષ્ટાચાર થયાની વિગતો સામે આવી ભારત સરકારના આ અભિયાનમાં દરેક ગ્રામ પંચાયતમાં csc ના આઈડી ઉપર ગ્રામ લોકોને દસ દિવસની દરરોજ બે કલાક તાલીમ આપવાની હતી જેથી દસ દિવસની કુલ ૨૦ કલાક તાલીમ પૂર્ણ કરવાનો હેતુ હતો તાલીમ પૂર્ણ થયા બાદ તે તાલીમાર્થીની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે પરંતુ આ નિયમને નેવે મુકી csc સેન્ટર ઉપર માત્ર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અને ઓપરેટરો દ્વારા જ પરીક્ષા પાસ કરી કરોડોનો ભ્રષ્ટાચાર આચરેલ છે તો આ બાબતે લાઈવ ક્રાઈમ મીડિયા ને જાણ થતાં ખાંભા તાલુકાના રાયડી ગામ લોકોની અને સરપંચની રૂબરૂ મુલાકાત લેતા તમામ પોલ ખોલી હતી અને વધુમાં જણાવ્યું હતું કે અમારા ગામમાં આવેલ સમઢિયાળા થી રાઠોડ રીનાબેન અને સેજલ બેન શેલડીયા દ્વારા અમો ગામલોકોને મોબાઇલ લેપટોપ ટેબલેટ વગેરેની લાલચ આપી છેતરપિંડી કરેલ છે અને જે પરીક્ષા આપશે તેને ઉપરથી મોબાઇલ લેપટોપ ટેબલેટ વગેરે આપવામાં આવશે જેથી મજૂર વર્ગના લોકો બે દિવસ રોજગારી બંધ રાખી રજીસ્ટ્રેશન અને પરીક્ષા આપવા આવેલ મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે તમને શું શીખવાડવામાં આવ્યું તો ગામલોકોએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી હતી કે અમોને કોઈપણ જાતની શિક્ષણ કે કોમ્પ્યુટર શીખવેલ નથી અને પરીક્ષા પણ અમે આપેલ નથી માત્ર સામે બેસાડી તે બંને બહેનો એ જ પરીક્ષા લીધેલ છે અને ઓપ્શન પણ તેને જ ક્લિક કરેલ છે આ

વિશે ગામના સરપંચ શ્રી ને રૂબરૂ મળતાં તેમને પણ આ વિશે અજાણ હોય અને તેમના સહી-સિક્કા પણ અંધારામાં રાખીને કોઈ પણ સમજણ આપવા વિના કરેલ આપ્યા વિના કરેલ છે જેથી સરપંચ દ્વારા તેમની સાથે અને લોકો સાથે છેતરપિંડી કરનાર બન્ને તેમના વિરોધ કાર્યવાહી કરવા જણાવેલ છે આં કૌભાંડ માત્ર રાયડી અને નેસડી ગામમાં જ નથી આખા જિલ્લામાં આવી રીતે જ પરીક્ષાઓ લઈ પાસ કરેલ હોય તેની યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે એમ છે આ અંગે pmgdisha ના ડિસ્ટ્રિક મેનેજર અભયભાઈ મોડાસીયા સાથે પ્રેસ મિડીયાના પ્રતિનિધિ દ્વારા ટેલિફોનિક વાત કરી ખુલાસો માંગતા તેને સ્પષ્ટ શબ્દોમાં ખુલાસો આપવાની ના પાડી હતી અને કહ્યું હતું કે અમે તમને માહિતી ન આપી શકીએ તો કંઈક અંશે તે પણ સામેલ હોય તેવી આશંકા સેવાઈ રહી છે જ્યારે ભારતના પ્રધાનમંત્રી ડિજિટલ ઇન્ડિયા ના સપના જોઇ રહ્યા હોય ત્યારે આવા ભ્રષ્ટાચારીઓ ના પાપે આ સપનું સાકાર થઇ શકે કે કેમ એ એક પ્રશ્ન છે

Translate »
%d bloggers like this: