ખાંભા તાલુકા ની આશા વર્કર ની બહેનો ને ઘરવખરી ની કિટ વિતરણ કરતા પી.પી.સોજીંત્રા,ડો.ભરતભાઈ કાનાબાર

 

દેશ માં કોરોના વાયરસ નો કાળો કહેર વરતાય રહયો છે અને ગરીબ તેમજ મધ્યમ વર્ગ ને ખુબજ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. અને જેમનો પગાર ઓછો છે તેઓને પોતાના ઘરો ચલાવવું મુસીબત બન્યું છે.

ત્યારે અમરેલી ના સેવાભાવી આગેવાન અને તબીબી ક્ષેત્રે મોટુ નામ ધરાવતા ભાજપ ના જીલ્લા ના આગેવાન ડો. ભરતભાઈ કાનાબાર અને અમરેલી માર્કેટ યાર્ડ ના ચેરમેન પી.પી.સોજીંત્રા દ્રારા એક સારી પહેલ કરવામાં આવેલ છે.

જીલ્લાના આશાવર્કર ની બહેનો ને ધ્યાને લઈ તેઓને ઘર વખરી ની કિટો નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કારણ કે આશા વર્કર ના બહેનો નો પગાર પણ ઓછો હોય છે અને કામ વધારે હોય છે. આ મહામારી ના સમય મા ઘર ઘર માં ફરી ને પોતાની ફરજ પુરી કરતા આશા વર્કર ના બહેનો ખુબજ તકલીફ છે

તેવું ડો. કાનાબાર ને જણાતા તેઓએ પી.પી.સોજીંત્રા સાથે મળી તમામ આરોગ્ય ખાતા માં જઈ આશા વર્કર ની બહેનો ને બોલાવી તેમને ઘર વખરી ની વસ્તુંઓ આપવામાં આવી.આ ભાગરૂપે આજે ખાંભા તાલુકા ની આશા વર્કરની બહેનો ને આ કિટ નું વિતરણ કરવા માં આવેલ હતું. જેમાં સમઢીયાળા, ખડાધાર, ડેડાણ, સહિત ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશાવર્કર ની બહેનો ને બોલાવી ને આ કિટ આપવા માં આવેલ હતી.

આ તકે પી.પી.સોજીંત્રા,અને તેમની ટીમ, ખાંભાના સરપંચશ્રી અમરીશભાઈ જોષી, અભિષેક હરીયાણી,ડેડાણના આગેવાન શ્રી બાબુભાઈ મકવાણા મેડીકલ ઓફિસર (સમઢીયાળા. ખડાધાર,ડેડાણ) આરોગ્ય ખાતા નો સ્ટાફ, આશા વર્કર ની બહેનો, મિડીયા ના મિત્રો સહિત આગેવાનો હાજર રહ્યા હતા. અને ખાસ સોશ્યલ ડીસ્ટેઈન્સ રાખવા માં આવ્યો હતો.

Translate »
%d bloggers like this: