ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે કવોરોન્ટાઈન નો ભંગ કરતા લોકો સામે સરપંચશ્રી દ્વારા પોલીસ ફરિયાદ થતા ખળભળાટ

ગુજરાત સરકાર શ્રીના ગૃહ વિભાગના ૦૩/૦૫/૨૦૨૦ના હુકમ નં જી.જી/૨૪/૨૦૨૦ વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨થી સમગ્ર રાજ્યમાં ૧૭/૦૫/૨૦૨૦સુધી લોકડાઉન અવધિ ચુસ્તપણ અમલ કરવાનો હુકમ કરેલ અને ભારત સરકારશ્રી ની તા.૧૭/૦૫/૨૦૨૦ ની ગાઈડલાઈનથી ૩૧/૦૫/૨૦૨૦ના ૨૪/૦૦ સુધીલોકડાઉન ની અવધિ લંબાવવામાં આવેલ છે જે અનુસંધાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અમરેલી ડિસ્ટ્રિક્ટ મેજી.સા અમરેલી ના હુકમ નં ડીઝા/કોરોના વાઈરસ /વશી/૩૨૮૮/૨૦૨૦ તા.૧૩/૦૫/૨૦૨૦ થી જાહેરનામું બહાર પાડવામાં આવેલ જે અન્વયે સંબંધિત વિસ્તારના પોલીસ સબ ઈન્સપેકટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા કોઈ પણ પોલીસ અધિકારી સંબંધિત વિસ્તારોમાં સરપંચશ્રી ,સંબંધિત ચિફ ઓફિસરશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા હોમ કવોરોન્ટાઈન નિયમન માટે રચાયેલ સ્કોર્ડ ના સ્કોર્ડ લીડરને આ હુકમનો ભંગ કરનાર ઈસમો સામે દાખલ કરાવવા માટે અધિકૃત કરવામાં આવેલ હોય તે અનુસંધાને જુના માલકનેશ ગામમાં પટેલપરા વિસ્તારોમાં રહેતા (૧) નરશીભાઈ લાખાભાઈ સાવલિયા,(૨)વસંતભાઈ. લાખાભાઈ સાવલિયા,(૩)રમેશભાઈ લાખાભાઈ સાવલિયા ,તેમજ ગામમાં રહેતા ( ૪)સંતોષદાસ અમરદાસ હરીયાણી,(૫)કાજલબેન સંતોષ દાસ હરીયાણીને આરોગ્ય ઓફિસર દ્વારા કવોરોન્ટાઈન કરવામાં આવેલ હોય અને ઘરની બહાર ન જવા માટે કડક શબ્દોમાં સુચના આપેલ હોય જે કવોરોન્ટાઈન ઈસમોને તપાસવા માટે સરપંચશ્રી દ્વારા રચાયેલી કમીટી દ્વારા કવોરોન્ટાઈન ઘરોની રૂબરૂ મુલાકાત લેતા ઉપરોક્ત નામના કુલ ઈસમો હાજર ન હોય આ તમામ લોકો જેઓ જીલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ અમરેલીના હુકમ નં-ડિઝા/કોરોના વાયરસ/વશી/૩૨૮૮/૨૦૨૦ તા.૧૩/૦૫/૨૦૨૦ના પેટા વિભાગ સંબંધિત ગ્રામપંચાયત/નગરપાલિકાઓ ના પેટા વિભાગ (૧)નુ ઉલ્લંઘન કરેલ હોય અને સરકારશ્રી દ્વારા ૧૪ દિવસ માટે ઘરબહાર ન નીકળવાનુ હોવા છતા બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળી પબ્લિક હેલ્થ અને સેફટીને નુકશાન કરેલ હોય આવા કૃત્યથી રોગચાળો ફેલાવવાની પુરી સંભાવના હોય જેથી ફરીયાદી સરપંચ શ્રી ચોથાભાઈ જાદવ દ્વારા તેઓની સામે આઈ.પી.સી કલમ ૨૬૯,૨૭૦,૨૭૧,૧૮૮ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૫૧(બી) મુજબ ગુનો દાખલ કરાવી ખાંભા પોલીસ દ્વારા જરૂરી કાયૅવાહી હાથ ધરવામાં આવેલ છે

Translate »
%d bloggers like this: