ખાંભા તાલુકાના ખોડી(રૂગનાથપુર)ગામની કોરોન્ટાઈન ઘરોની મુલાકાત લેતા તાલુકા વિકાસ અધિકારીશ્રી
વિશ્વ માં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આજ રોજ તા ૨૧/૦૫/૨૦૨૦ના ખાંભા તાલુકાના ખોડી (રૂગનાથપુર) ગામમાં બહાર ના જીલ્લામાંથી આવેલા કુલ ૪૭ ઘરમાં રહેલાં કુલ ૨૦૦ થી વધારે લોકો ને હોમ કવોરન્ટાઈન કરવામાં આવેલ ઘરોની મુલાકાત લેતા તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસાર સાહેબ અને
તેમની ટીમ દ્વારા ઉનાળામાં ધોમધખતા તાપમાં પણ વિઝીટ કરી ઈમાનદારીભરી ફરજ નિભાવી રહયાં છે ઘરે ઘરે જઈ લોકોને કોરોન્ટાઈન નો ભંગ ન કરવા માટે જરૂરી સુચના આપી હતી તેમજ આરોગ્યસેતુ એપ ડાઉનલોડ કરી ઉપયોગ કરવા માટે જરૂરી માહિતી આપી હતી
જે લોકોને આશાવકૅર દ્વારા ડાઉનલોડ કરાવવામાં આવી તેમની યાદી તૈયાર કરી મોકલવા સુચના આપવામા આવી હતી આ વિઝીટમાં સરપંચ શ્રી પ્રફુલભાઈ શેલડીયા , ઉપ સરપંચ શ્રી નંદલાલભાઈ શેલડીયા, તલાટી કમ મંત્રીશ્રી , સોશ્યલ વકૅર હિમતભાઈ વેકરીયા,આંગણવાડી વકૅર નિતાબેન,જયોતીબેન ,આશાવકૅર રીનાબેન રાઠોડ ,વગેરે આગેવાનો દ્રારા પુછપરછ તેમજ જરૂરી સુચના આપવામા આવી તેમજ કવોરન્ટાઈન નો ભંગ ના કરે તેની કડક શબ્દોમાં સુચના આપવામાં આવી હતી