સાસણના દેવળીયા સ્વાગતી રેન્જ આસપાસના જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ઇમારતી લાકડાના કરેલા કટિંગ બાબતે તપાસની માંગણી કરતા શ્રી ભીખુભાઇ બાટાવાલા

 

સાસણના દેવળીયા સ્વાગતી રેન્જ આસપાસના જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ઇમારતી લાકડાના કરેલા કટિંગ બાબતે તપાસની માંગણી કરવા સંદર્ભે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબશ્રી , અધિક મુખ્ય સચિવશ્રી, વન અને

પર્યાવરણ વન્ય પ્રાણી વર્તુળ ગાંધીનગર,સી.સી.એફ.શ્રી જુનાગઢ
ઉપરોકત તમામને લાયન નેચર ફાઉન્ડેશનના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ભીખુભાઇ બાટાવાલા દ્વારા પત્ર પાઠવી જણાવ્યું છે કે વન,વન્ય સંપદા અને વૃક્ષોના વ્યાપક રક્ષણ અને હિત ખાતર જાણ કરવાની કે ,મનના તરંગ પ્રમાણે વહીવટ કરવામાં માહિર સાસણ રેન્જ ના જવાબદારો દ્વારા પોતાના વ્હાલાઓના લાભાર્થે વાડ ચીભડા ગળતી હોય તેમજ દેવળીયા રેન્જને સ્વાગતી રેંજમાં તબદીલ કરી

પોતાના માનીતા અધિકારીઓની નિમણૂક કરી દેવળીયા પાર્ક આસપાસના જંગલમાં ઇમારતી વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું છે.૪૦ દિવસના લોકડાઉનમાં જંગલ મે મોર નાચા કિસને દેખા ગીત ને વનવિભાગના સાસણ – દેવળીયા સ્વાગતી રેન્જ ના જવાબદાર અધિકારીઓએ સાર્થક કરી
વૃક્ષો બચાવો – દેશ બચાવો સ્લોગનના ધજિયા ઉડાડયા હોય તેમ દર વરસે ગુજરાત સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરી કરોડો રૂપિયા ખર્ચે રેવન્યુ વિસ્તારમાં વૃક્ષા રોપણ કરવામાં આવે છે અને વનવિભાગના બાબુઓ વૃક્ષારોપણ ના ભાષણ ઠોકી ટી.એ.ડી.એ. પાસ કરાવી જંગલ વિસ્તાર માજ કરાતા ગેરકાયદે વૃક્ષછેદન સામે આંખ મિચામણાં કરે છે.
લોકડાઉનમાં દેવળીયા રેન્જ જંગલ વિસ્તારમાં સેંકડોની સંખ્યામાં અનામત વૃક્ષો એવ સાગ-ખેર સહિતના વૃક્ષોનું કોઈ પણ જાતના કારણ વગર ગેરકાયદે છેદન કરી નાખેલ હોય
ઉપરોકત અમારી રજૂઆત સંદર્ભે કાર્યદક્ષ-પ્રામાણિક-નિષ્ઠાવાન અને કડક અધિકારીઓની પેનલ દ્વારા તપાસ કરાવી કસૂરવાર તમામ અધિકારીને ડિસમિસ કરવા ભીખુભાઇ બાટાવાલાએ માંગણી કરેલ છે.

Translate »
%d bloggers like this: