ગીરના જંગલમાં અને રેવન્યુ વિસ્તારમાં શેડ્યુલ એકમમાં આવતા ઘુવડને રંજાડતા અને રાષ્ટ્રીય પક્ષી મોરને દેશી દારૂ પીવરાવનારા સામે કાર્યવાહી કરવા બાબતે રજુઆત કરતા શ્રી ભીખુભાઇ બાટાવાલા

 

ગીરના જંગલમાં અને રેવન્યુ વિસ્તારમાં શેડ્યુલ એકમમાં આવતા ઘુવડને રંજાડતા અને રાષ્ટ્રીય
પક્ષી મોરને દેશી દારૂ પીવરાવનારા સામે કાર્યવાહી કરવા બાબતે
ગીર નેચર ફાઉન્ડેશનના પ્રદેશ પ્રમુખ (ગુજરાત પ્રદેશ) શ્રી ભીખુભાઇ બાટાવાલા દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, સી.સી.એફ.શ્રી જુનાગઢ ,અગ્ર સચિવશ્રી
વન્ય પ્રાણી વર્તુળ વન અને પર્યાવરણ
ગાંધીનગર ને લેખીતમાં રજૂઆત કરવામાં આવી

વન વન્ય પ્રાણી અને શેડ્યુલ એક માં આવતા વન્યપક્ષીઓને રંજાડી-હેરાન કરી વિડીયો ઉતારી ખોટી પ્રસિધ્ધિ મેળવવાની લ્હાયમાં પક્ષીઓને હેરાન પરેશાન કરતાં વિડીયો ચાસવારે પ્રસિધ્ધ કરાતા હોય વન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી આવા તત્વોને ઝડપી મામૂલી દંડ ફટકારી છોડી દેવાતા હોવાથી પ્રસિધ્ધિ ભૂખ્યા તત્વો બેફામ અને બેખોફ રીતે શેડ્યુલ એક ના પક્ષીઓ અને પ્રાણીઓને હેરાન કરી રહ્યા છે.
થોડા મહિના પહેલા ઘુવડ સાથેનો વિડીયો તથા તાજેતરમાં સિંહ સાથેના સેલફીના વિડીયો તેમજ અન્ય વિડીયો અને ફોટાઓ વાયરલ થયેલા
તેમાં ઉમેરો થતો હોય તેમ રાષ્ટ્રીય પક્ષી મોર સામે દેશી દારૂની કોથળી દ્વારા દારૂના ટીપાં પાવતા હોય તેમ તેવો વિડીયો બનાવી હવે મોર બોલસે એવિ કોમેન્ટ કરી ટીકટોક વિડીયો વાયરલ થવા સાથે
એક શખ્સે વન્ય પ્રાણી સંરક્ષિત શેડ્યુલ એક માં આવતા નીશાચર એવા ફક્ત રાત્રે જ જોઈ શકતા શેડ્યુલ એકમાં આવતા અને દિવસ દરમિયાન ઝાડની બખોલમાં અંધારામાં રહેવા ટેવાયેલા હોય દિવસના અંજવાળામાં તેઓની આંખો રોશની સહન કરી શકતી ન હોય
છતાં પ્રસિધ્ધિ ભૂકયા યુવાને મોઢા ઉપર બુકાની બાંધી ઘુવડના બે બચ્ચોને બંને હાથમાં પકડી દિવસના અંજવાળાની ચકા ચોંધ પ્રકાશમાં વિડીયો ઉતારી ઘુવડની આંખોને નુકશાન પહોચાડેલ છે.
ઉપરોકત બને શખ્સો સામે વન્ય પ્રાણી ધારા ૧૯૭૨માં રક્ષીત જાહેર થયેલા મોર અને ઘુવડ ને હેરાન પરેશાન કરનાર બંને શખ્સો સામે ત્વરિત કાર્યવાહી કરી કડક માં કડક સજા કરાવી – દંડનાત્મક પગલાં લેવા ભીખુભાઇ બાટાવાલા એ માંગણી કરી છે.

Translate »
%d bloggers like this: