શ્રી જે. એન. મહેતા હાઈસ્કૂલ ખાંભામાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

વર્તમાન સમય માં યુવાધન દેશની ભવ્ય સંસ્કૃતિ થી વિમુખ અંધાનુકરણથી પ્રભાવિત થઇ રહ્યું છે. ત્યારે આપણા બાળકોને બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન કરવા સ્વ – સંસ્કૃતિના રક્ષણ અર્થે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન -ડે દિવસે માતા -પિતા પૂજન દિવસનો સંદેશો પાઠવવા માટે

શ્રી જે. એન. મહેતા હાઈસ્કૂલ ખાંભામાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ભારતની આઝાદીમાં શહીદ થયેલા ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજ્યગુરુ, અને સુખદેવને પણ યાદ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના માતા-પિતા તેમજ આગેવાન શ્રી નિર્મલસિંહ રાઠોડ જિલ્લા પંચાયત સદસ્યશ્રી તેમજ ભીખુભાઇ બાટાવાળા ગીર નેચર ક્લબ પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ શ્રી જે.એન. મહેતા હાઈસ્કૂલ ના સમગ્ર સ્ટાફ પરિવારે કાર્યક્રમ ને સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્યું હતું.

Translate »
%d bloggers like this: