ખાંભા તાલુકા ચાલતાં એસ. વી.ઈ.પી.પ્રોજેક્ટ ની બી.આર.સી.મીટીંગ યોજવામાં આવી.
ખાંભા તાલુકા ચાલતાં એસ.વી.ઈ.પી.પ્રોજેક્ટ દરમિયાન મહિના બે વાર બી.આર.સી મીટિંગ નુ આયોજન કરવામાં આવે છે મીટીંગ માં પ્રગતિ અહેવાલ ,રિકવરી, તેમજ સી.આર.પી.ઈપી.દ્વારા પોતાના વિસ્તારમાંથી લાવેલ એપ્લિકેશન ફોમૅની બી.આર.સી.કમીટીના બહેનો દ્વારા તપાસ કરી મંજુરી આપવામાં આવે છે
આ પ્રોજેક્ટમાં બ્લોક મેન્ટર કૌશલભાઈ દાણીધારીયા,બી.પી.એમ નિભૅયભાઈ દોશી તેમજ પ્રમુખ શોભનાબેન શિયાળ, મંત્રી ભાવનાબેન ડોડીયા દ્વારા પ્રોજેક્ટ માં મહત્વની ભુમિકા રહેલી છે ખુશીની વાત તો એ છે કે ૩૦૦ થી વધારે લોકોએ લાભ લીધો છે આ તમામ વહીવટ બહેનો દ્વારા જ કરવામાં આવે છે સ્ટાર્ટપ વિલેજ એન્ટરપ્રેન્યોરશીપ પ્રોગ્રામ વર્ષ ૨૦૧૭-૧૮ માં SRLM ગુજરાત દ્રારા પ્રાયોગિક ધોરણે શરૂ કરવા માં આવેલ, હાલમાં ૩ તાલુકામાં SVEP નું અમલીકરણ ચાલુ છે. જે નીચે મુજબ છે.
૧) અમરેલી – ખાંભા
૨) દાહોદ – ગરબાડા
૩) પંચમહાલ – ઘોઘમ્બા
કેન્દ્ર સરકારશ્રી ની SVEP અંતર્ગત પ્રાયોગિક ધોરણે ગુજરાત રાજ્ય નાં ખાંભા, ગરબાડા, ઘોઘમ્બા એમ કુલ ૩ તાલુકા માં અમલીકરણ કરવામાં આવ્યું. જે અંતર્ગત ગ્રામ્ય કક્ષા એ એસએચજી (સ્વ-સહાય જુથ) ના બહેનો અને તેમના પરિવાર નાં સભ્યો ને સ્વ-રોજગારી મળે તે માટે તેઓ ને વ્યવસાય ની તાલીમ, વ્યવસાય ની જરૂરિયાત, પ્લાનિંગ, તથા તે માટે લોન / ઋણ, હિસાબ રાખવાની તાલીમ, વ્યવસાય કેવો ચાલે છે તેનું ધ્યાન અને જો જરૂર જણાય તો તેમાં મદદરૂપ થવું વેગેરે આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. વ્યક્તિગત રૂ. ૧૦,૦૦૦ થી રૂ. ૧,૦૦,૦૦૦ સુધી અને ગૃપ માં રૂ. ૫,૦૦,૦૦૦ સુધી વ્યવસાય ની જરુરીયાત પ્રમાણે વાર્ષિક ૧૨ % ના દરે લોન આપવામાં આવે છે.