ખાંભા તાલુકામાં બી.સી.સખીનો વકૅશોપ યોજાયો

  • ખાંભા તાલુકા પંચાયત માં ચાલતા મિશન મંગલમ યોજના અંતર્ગત બી.સી.સંખીનો વકૅશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં અમરેલીથી સી.એસ.સી.કો.ઓડિનેટર કરશનભાઈ ડાભી દ્વારા બહેનોને પગભર થવા અને બેંકની સેવા ગામડાઓમાં ધરબેઠા મળી રહે તેવા હેતુથી બી.સી.સખી ની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે તેવી માહિતી આપી હતી.તાલુકાના ટી.એલ.એમ.અતુલભાઈએ પણ જરૂરી સુચના આપી આ વકૅશોપમાં સંજયભાઈ રાઠોડ એ.પી.એમ,સી.સી.દયાબેન, પ્રિયંકાબેન. રિઝવાનાબેન,એસ.વી.ઈ.પીના. બ્લોક મેન્ટર કૌશલભાઈ દાણીધારીયા વગેરે હાજર રહ્યા હતા.
Translate »
%d bloggers like this: