ખાંભાના મુંજયાસર ગામે ઝુંપડામા રહેતા ગરીબ દેવીપુજક પરીવાર પાસે થી ” મારે ખાંભા જંગલખાતાના સાહેબ ને રુપયા આપવાના છે “એમ કહી રુપયા ઓગણ પંચાસ હજારનો ગામના જ સંરપચે તોડ કર્યો

ખાંભાના મુંજયાસર ગામે ઝુંપડામા રહેતા ગરીબ દેવીપુજક પરીવાર પાસે થી ” મારે ખાંભા જંગલખાતાના સાહેબ ને રુપયા આપવાના છે “એમ કહી રુપયા ઓગણ પંચાસ હજારનો ગામના જ સંરપચે તોડ કર્યો

 

પ્રાપ્ત માહીતી પ્રમાણે થોડા માસ પહેલા ખાંભાના મુંજયાસર ગામે નાનીબેન પરમાર નામ ના વૃધ્ધ મહીલાને દિપડાએ હુમલો કરી ગામથી દુર સુધી ધસડી ગયો હતો ત્યા તેને દિપડાએ ફાડી ખાધા હતા જે બાબતે સરકાર શ્રી ના નિયમ મુજબ વન વિભાગ દ્રારા નાનીબેન ના વારસદારોને રુ,૪૦૦૦૦૦/-(ચાર લાખ) સહાય ચુકવવામા આવી હતી તે સહાય માથી ગામના જ સરપંચ ભાવેશભાઇ સિરોયા દ્રારા નાનીબેન ના ત્રણ પુત્ર ૧) નાથાભાઇ પરમાર| ૨) બાવસનભાઇ પરમાર અને ૩) ગોંવિદભાઇ પરમાર ને જણાવેલ કે ” આ સહાય મે મંજુર કરાવી છે તેમાથી તમારે ખાંભા જંગલ ખાતાના સાહેબને એક લાખ રુપયા આપવા પડશે જેથી રગજગના અંતે રુપયા પંચાસ હજાર આપવા નુ તેના પુત્રો દ્રારા નક્કી થયુ હતુ આવી રીતે નાનીબેનના પુત્ર ગોંવિદભાઇએ રુપયા ૪૯૦૦૦/- બેંક માથી ઉપાડીને સરપંચ ભાવેશભાઇ સિરોયાને આપ્યા હતા
આવી રીતે માંડ માંડ પોતાનુ પેટયુ રળતા ઝુપડામા રહેતા ગરીબ દેવીપુજક પરીવાર પાસેથી રુપયાનો તોડ કરાયો હતો હવે જોવાનુ એ રહ્યુ કે જવાબદાર અધિકારી ઓ દ્રારા આમા શુ તપાસ થાય છે અને ભાવેશભાઇએ જંગલ ખાતાના ક્યા અધિકારીને કેટલા રુપયા આપ્યા ? તેના નામ જાહેર થાય છે કે કેમ ? એ ગરીબ પરીવારનો આ બાબતનો વિડીયો પણ સોશ્યલ મિડીયામા વાયરલ થય રહ્યો છે

Translate »
%d bloggers like this: