ખાંભા તાલુકાના જામકા ગામે ગ્રામ પંચાયત ની પાણીની પાઇલાઇન તોડી નાખતા અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ કરતાં સરપંચ ભોળાભાઈ ખસીયા

ખાંભા તાલુકાના જામકા ગામે ગ્રામ પંચાયત માં વાસ્મો યોજનાની અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન નો કોન્ટ્રાક્ટ કાળુભાઇ ભોળાભાઈ લડુમોરને આપેલ હોઈ જેનું કામ હાલ ચાલુ હોઈ ત્યારે

નવા પરા વિસ્તારના ત્રીવેણી ચોક પાસે તા.29/12/2020 ના સાંજના આશરે 11 કલાક થી 30/12/2020ના રોજ સવારના 4:00 કલાકની વચ્ચે કોઈ અજાણ્યાં શખ્સ દ્વારા વાલ નં. 2 અને પાઇલાઇન તોડી નાખેલ

હોઈ અને અંદાજે 20000 નું નુકશાન કરેલ હોઈ આ અંગે કોન્ટ્રાક્ટર ને પૂછતા તેવો આ બાબતે અજાણ હોઈ પરંતુ તેઓના મોબાઈલ નંબર ઉપર 9898643435 નંબર માંથી ફોન આવેલ હોઈ અને ધમકી આપવામાં આવેલ હોઈ કે તમે કરેલ ખાડો બુરી દેજો નહીતો ગામની બધી પાઇલાઇન તોડી નાખીશું .તો આ નંબર ની કોલ માહિતી મેળવવામાં આવે તો સરકારી મિલકત ને નુકશાન કરનાર અજાણ્યાં શખ્સ તાત્કાલીક પકડાય જાય તેમ છે ,આ અજાણ્યાં શખ્સને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને કાનુની રાહે તપાસ હાથ ધરવામાં આવે અને કડક માં કડક કાર્યવાહી કરવામાં નહીતો આવા શખ્સો દ્વારા હજુ પણ વધારે નુકશાન કરે એવી ભીતિ સેવાઈ રહી છે તેવું સરપંચ ભોળાભાઈ ખસિયા એ જણાવ્યું છે

Translate »
%d bloggers like this: