૯૪ -ધારી- બગસરા- ખાંભા વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપ ના ઉમેદવાર જે.વિ.કાકડિયાનુ ખાંભા તાલુકા કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી સાહેબ, ગુજકોમાસોલના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા સાહેબ, પૂર્વ ધારાસભ્ય બાલુભાઈ તંતી, જિલ્લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિક ભાઈ વેકરીયા, રવુભાઈ, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ આનંદભાઈ ભટ્ટ તેમજ ખાંભા તાલુકાના પ્રમુખ વિપુલ ભાઈ શેલડીયા, મહામંત્રી અરવિંદભાઈ ચાવડા ઉપસ્થિત રહીને નાની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

રિબન કાપીને કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જેમાં ખાંભા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


      ખાંભા ધારી બગસરા વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે આ તકે ધારી વિધાનસભાના ઇન્ચાર્જ ધનશુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર જે. વી. કાકડીયાને ધારી, ખાંભા , બગસરા અને ચલાલા સહીતના સમગ્ર ગામડાઓ અને શહેરમાં આવકાર મળી રહ્યો છે લોકો વિકાસ અને નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીની સરકારને મત આપશે ભાજપનો ભવ્ય વિજય થવાનો તેવુ જણાવ્યું.

Translate »
%d bloggers like this: