ખાંભા તાલુકાની મામલતદાર કચેરી રામ ભરોસે

ખાંભા તાલુકાના ગામડેથી આવતા અનેક રજૂઆત ને પગલે આજ રોજ પ્રેસ રિપોર્ટર હસમુખ શિયાળ અને અશોક ઉનાગર દ્વારા રૂબરૂ તપાસ કરતા આજે તમામ કર્મચારીઓ ગેર હાજર હતા લંચ બ્રેક ના હોવા છતાં કોઈ હાજર જોવા મળ્યું ના હતું

.સરકારી બાબુ ને કોઈ ડર કે બીક જ ના હોઈ તેમ તમામ સ્ટાફ ગેર હાજર કે ઘેર હાજર હોઈ તેવું જણાય આવ્યું હતું .સરકારી પગાર લઈ જનતા ના પૈસા (ટેક્સ) માંથી હજારો રૂપિયા નો પગાર લેતા આવા કર્મચારીઓ ફરજમાં પણ બેદરકાર હોઈ અને

આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા અરજદારોને ધક્કા ખવડાવવા, નિયમ વીરુદ્ધ મુદત આપવી,જેવી રજૂઆતો પણ ઘણા અરજદારો દ્વારા જાણવા મળેલ છે, તો પણ રાજકીય આગેવાનો કેમ કોઈ પગલાં ભરતા નથી કે તેમની છત્ર છાયા માં જ થતું હશે કે પછી રાજકીય રોટલા શેકવા માંથી ઉંચા આવે તો બિચારા જનતા નો અવાજ ઉચ્ચ સ્તરે પહોંચાડે ને

!!!!!!

Translate »
%d bloggers like this: