આહીર અર્જુન આબંલીયા એ વિવિધ માંગો પુરી કરવા લીધી પ્રતિજ્ઞા

ગત તારીખ 15 સપ્ટેમ્બર ના રોજ આહીર અર્જુનભાઈ આંબલીયા પ્રેરીત ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન અંતર્ગત ગૌમાતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવામાં આવે. સમગ્ર ભારતમાં ગૌહત્યા સંપુર્ણ બંધ થાય. સમગ્ર ભારતમાં ગૌમાતા ની વસ્તી ગણતરી કરવામાં આવે. સમગ્ર ભારતમાં રસ્તે રખડતા ગૌવંશ ની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. ગૌચર જમીનો પર ના ગેરકાનૂની દબાણો દૂર કરવામાં આવે ની વિવિધ માંગો સાથે સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જેમાં દરેક સમાજના લોકો જોડાયા હતા.


ત્યારબાદ હવે આહીર અર્જુન આંબલીયા દ્વારા પ્રતિજ્ઞા કરવામાં આવી છે. કે જ્યાં સુધી સેના માં બિજા સમાજોની જેમ આહીર રેજીમેંટ નું નિર્માણ ના થાય અને શહીદ આહીર વિરો ને સન્માન ના મળે ત્યાં સુધી તથા ગૌમાતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો ના મળે ત્યાં સુધી તેમજ દ્વારકા માં બનેલી ઘટના માં દ્વારકા ના પુર્વ ધારાસભ્ય પબુભા માણેક આહીર સમાજ ની માફી ના માગે ત્યાં સુધી ખાટલો, પલંગ કે સેટી પર સુવા નો ત્યાગ કર્યો છે.

અર્જુન આંબલીયા એ વધુ માં જણાવ્યું હતું કે લોકો મારા પર એટલો વિશ્વાસ રાખે છે તો મારે સાચા પ્રશ્નો ને વાચા આપવી મારી ફરજ છે.. સરકાર ઉપર ની માંગો નહીં સ્વિકારે તો શાંતિ પુર્ણ ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે..

 

Translate »
%d bloggers like this: