ખાંભા તાલુકા ચાલતા એસ.વી. ઈ પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈડીપી ની તાલીમ આપવામાં આવી


10 જુલાઈ 2014 બજેટ સત્ર 2014-15 દરમિયાન માનનીય નાણાંમંત્રી એ સ્ટાર્ટઅપ ગ્રામિણ ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમની શરૂઆત વિષયે સુચન સાથે ગ્રામીણ યુવાઓને પ્રોત્સાહીત કરવા માટે સ્થાનિક સ્તરે ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમ શરૂ કર્યો હતો જેમાં ગુજરાતમાં માત્ર દાહોદ જિલ્લામાં ગરબાડા, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા,અને અમરેલી જિલ્લાના ખાંભામાં આમ 3બ્લૉક માં જ શરૂ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સખી મંડળ સાથે જોડાયેલ બહેનો કે તેના પરિવારના એક સભ્યને કોઈ નવો બિઝનેસ કરવા માંગતા હોય અથવા ચાલુ બીઝનેસ હોઈ અને તેમાં વધારો કરવા માંગતા હોય તેવા લોકોને રૂ.100000 સુધી અને સખી મંડળને ગૃપ સાથે મળી ને ઉધોગ શરૂ કરે તો રૂ.500000 ઋણ (ફાઈનાન્સ સપોર્ટ) આપવામાં આવે છે,તેમજ સી. આર.પી. ઇપી.દ્રારા દર મહિને ટ્રેકિંગ કરવામાં આવે છે જેથી લાભાર્થીના નફા,નુકસાન ની ખબર પડી શકે,આ કાર્યક્રમમાં સી.આર.પી. ઈપી દ્રારા બિઝનેસ પ્લાન તૈયાર કરી બીઆરસી માં રજુ કરવામાં આવી છે ત્યાર બાદ ઉદ્યોસાહસિકો ને જનરલ ઈડીપી ની આપવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ ખાંભામાં ચાલતા એસ.વી. ઈ.પી.ના લાભાર્થીની 3 દિવસીય તાલીમ આપવામાં આવી હતી જેમાં ઉદ્યોસાહસિકતાના લક્ષણો,તેમના ગુણો,ઉદ્યોસાહસિકતા પડકારો,અને ક્ષમતાઓ,બજાર સર્વેક્ષણનું મહત્વ,4પીનો સિદ્ધાંત , પડકારના નિવારણ, હિસાબકિતાબ વગેરે ની તાલીમ આપવામાં આવી હતી જેમાં બ્લોક મેન્ટર કૌશલભાઈ દાણીધારિયા,બી.પી.એમ નીરભયભાઈ દોશી,અસ્લમ ભાઈ તેમજ માસ્ટર સી.આર.પી. ઈ પી. હસમુખભાઈ.શિયાળ, સી.આર.પી. ઈ પી.ચેતનાબેન.મકવાણા,કાજલબેન બારૈયા, હેમાલીબેન તેરૈયા દ્રારા સફળતાં પૂર્વક તાલીમ આપવામાં આવી હતી.

Translate »
%d bloggers like this: