ખાંભા ના નાના બારમણ ગામેથી મળી આવેલ મૃત અજગરની તપાસ મા વન વિભાગ ના હવાતિયાં

અનુસુચિ – ૧ ના વન્ય પ્રાણી ની જેમ ભેદી મૌતના બનાવ ના 48 કલાક બાદ પણ R.f.o.એ સ્થળની મુલાકાત લીધી

પ્રાપ્ત માહિતી અનુસાર રબારીકા રાઉન્ડ ના રિઝર્વ જંગલ ની બિલકુલ નજીક અતિ દુર્લભ પ્રજાતિના સરીસૃપ અજગર નો મૃત દેહ સ્થાનિક લોકો ની નજરે ચડયો હતો આ ધટના ના અહેવાલ ન્યુઝ માં પ્રસિદ્ધ થયા બાદ ખાંભા વન વિભાગ નો સ્ટાફ ઉધતો ઝડપાયો હતો આ ધટના માં ખાંભા ના જવાબદાર વન અધિકારી પી.આર.પટેલ ને તપાસ મા કોય જ રસ ન હોય તેમ જણાય આવે છે કેમ કે વન્ય જીવ અજગર વન જીવ સંરક્ષણ ધારા હેઠળ અનુસુચિ ૧ થી અતિ રક્ષિત પ્રાણીની વ્યાખ્યા માં આવે છે આવા પ્રાણી ની કુદરતી કે અકુદરતી મૌત ની તપાસ અને તેને કબજે કરવાની કામગીરી માત્ર રેન્જર થી ઉતરતા દરજ્જાના ન હોય તેવા જ વન અધિકારી કરી શકે તેમ છતાં ધટના ના અડતાલીસ કલાક જેવો લાંબો સમય વિતી ગયા બાદ આરએફઓ પરિમલ પટેલે મુલાકાત લઈ વિભાગની બેદરકારી ની પ્રેસ મીડિયા અને ધારી ના મદદનીશ વન સંરક્ષક પરમાર ને જાણ કરનાર પ્રકૃતિપ્રેમી રાજદીપ નાગર ને ધાક ધમકી આપી બિન કાયદેસર નિવેદન લઈ ધમકી આપવામાં આવી કે તું નિવેદન નહિ આપે તો તને અજગર ના કેસ માં ફીટ કરી દેવામાં આવશે તુલશીશ્યામ રેન્જરે બનાવ ની 48 કલાક સુધી મુલાકાત લીધી ન હતી જેમને આવી તપાસ કરવાની કોઇ જ સતા નથી એવા ચિઠ્ઠી ના સાકર એક ટ્રેકર,બે ગાર્ડ ને તપાસ કરવા કરવા અને અજગર ના મૃત દેહ ને કબજે કરવા મોકલી દીધા હતા
વન વિભાગ ના એક કર્મી એ નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે અજગરના મૌતની સ્થળ તપાસ કરવા આવ્યા ન હતા તેનુ સ્થળ પંચનામું પણ કરવામાં આવેલ નથી સવાલ એ થાય છે કે આવિ વન્ય પ્રાણી ના મૌત ની તપાસ ની પણ વન અધિકારી અવગણના કરે તો કહેવું કોને ! શું આવી જ રીતે વન્ય પ્રાણી ની રક્ષા થશે એ પણ એક વેધક સવાલ છે વન વિભાગ ના આવા વલણથી પ્રકૃતિ પ્રેમીઓ મા રોષનુ વાતાવરણ ભભુકી ઉઠયુ છે

Translate »
%d bloggers like this: