ખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લાના ખાંભા સરકારી હોસ્પિટલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના 70 માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે માનનીય કૃષીમંત્રી આર.સી.ફળદુ સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,

જેમાં યુવા ભાજપ ખાંભા દ્વારા 56 યુવાનો એ બ્લડ ડોનેશન કર્યું હતું

આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપાના પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા સાહેબ અને અમરેલી જિલ્લા યુવા ભાજપાના પ્રમુખશ્રી આનંદભાઈ ભટ્ટ ખાંભા તાલુકાના ભાજપાના પ્રમુખ વિપુલ ભાઈ શેલડીયા મહામંત્રી શ્રી અરવિંદભાઈ ચાવડા ખાંભા તાલુકાના યુવા ભાજપ પ્રમુખ શ્રી જગદીશ બાપુ મહામંત્રી શ્રી ભાવેશભાઈ જાદવ અને સરપંચ શ્રી અમરીશભાઈ જોશી તથા જાફરાબાદ તાલુકાના યુવા મોરચાના પ્રભારી સંજય બારૈયા અને પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Translate »
%d bloggers like this: