અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના બારમણ ગામે દુર્લભ પ્રજાતિના સરીસૃપ અજગર નુ ભેદી મૌત.

વન વિભાગ ના ફેરણાની પોલ ખોલતો વધુ એક કીસ્સો સામે આવ્યો

પ્રાપ્ત માહિતી પ્રમાણે રબારીકા રાઉન્ડ નીચે આવતા નાના બારમણ ગામે આવેલ કાતર રિઝર્વ જંગલ ની નજીક જ અતિ દુર્લભ પ્રજાતિના સરીસૃપ મહાકાય અજગર નો મૃત દેહ સ્થાનિક લોકો ની નજરે ચડયો હતો અજગરની ઉંમર જોતા કુદરતી રીતે મૌત થયું હોય એ માની શકાય તેમ નથી હકીકત તો વન વિભાગ ની ઊંડાણ પૂર્વક ની તપાસ કર્યો બાદ જ મૌતનુ સત્ય કારણ જાણવા મળશે આ ધટના વન વિભાગ ના કર્મચારીઓ સામે પણ અનેક સવાલો ઉભા કરે છે કેમ કે જંગલ ની બિલકુલ નજીક જ એક મહાકાય અજગર નુ મૌત થાય અને વન વિભાગ ની નજરે ન ચડે એ વાત ગળા નીચે ઊતરે એમ નથી રબારીકા રાઉન્ડ ના વન કર્મીઓ ઓફીસે બેઠાં બેઠાં જ ફેરણુ દર્શાવતા હોય તો પણ નવાઈ પામવા જેવું નથી
વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ માં અજગર ને અનુસુચિ ૧ હેઠળ અતિ સંરક્ષિત સરીસૃપ પ્રાણી તરીકે કેન્દ્રીય કાયદાથી રક્ષણ મળેલ છે તેને મારવુ કે મારવાની કોશિષએ સાત વર્ષ સુધી ની જેલની સજા થય શકે છે અજગરનુ મૌત કુદરતી, આકસ્મિક કે શિકાર એ તો તપાસ બાદ જ ખબર પડશે હવે જોવું એ રહ્યું કે ખાંભા આર.એફ.ઓ. આ બાબતે શું તપાસ કરે છે કે પછી ગાર્ડ અને ટ્રેકર ને સ્થળ પર મોકલી સબ સલામત હોવાનો નનૈયો ભણશે

Translate »
%d bloggers like this: