અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે બાળ લગ્ન થયા નું સામે આવતા ગોર મહારાજ અને વર, કન્યા સહિત પાંચ સામે ગુન્હો દાખલ

સરકાર તરફે સમાજ સુરક્ષા અધિકારી શ્રી વી.એ. સેયદે ખાંભા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી પ્રાપ્ત માહિતી પ્રમાણે ખાંભા ના મોટા બારમણ ગામે રહેતા પ્રેમજીભાઈ વાલાભાઈ એ તેમના પુત્ર કલ્પેશ ના બાળ લગ્ન તારીખ – ૦૮/૦૨/૨૦૧૯ ના રોજ ખાંભા ના નેસડી (૨) ગામે થયેલ હોય જેમાં લગ્ન સમયે વર ની ઉંમર ૧૯ વર્ષ ૧ માસ ૨૨ દિવસ હોય જે બાબત અમરેલી ના સમાજ સુરક્ષા અધિકારી શ્રી વી.એ. સેયદ ના ધ્યાને આવતા તેઓએ આજ રોજ ખાંભા પો.સ્ટેશન માં વર પક્ષ ના પ્રેમજીભાઈ, તેમના પત્ની તથા કન્યા પક્ષ ના નરશીભાઈ વાળા અને તેમના પત્ની સાથે બાળ લગ્ન કરાવનાર ગોર મહારાજ સહિત પાંચ લોકો સામે બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ ૨૦૦૭ ની કલમ ૧૦ , ૧૧ ( ૧ ) મુજબ ખાંભા પો.સ્ટેશન માં ધોરણસર ફરિયાદ લખાવી છે.

ગાંધીજી સહિત દેશના અનેક મહાપુરુષો એ બાળ લગ્ન ને દેશ નું કલંગ ગણાવ્યું હતું અને બાળ લગ્ન અટકે તે માટે મહાપુરુષો એ માનવ સમાજ માં જાગૃતિ લાવવા ના અનેક પ્રયત્નો કરેલા તેમ છતાં છૂટાછવાયા બાળ લગ્ન થતાં હોવાનું સામે આવ્યા કરે છે. સરકાર દ્વારા પણ બાળ લગ્ન પર પ્રતિબંધ લાવવા માટે વર્ષ ૨૦૦૭ માં બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ આખા દેશ માં લાગુ કરવામાં આવેલ અને કડક જોગવાઈઓ સાથે બાળ લગ્ન કરાવનાર અને કરનાર બંને સામે બે વર્ષ ની સખત કેદ ની સજા સાથે એક લાખ રૂપિયા દંડ ની આકરી જોગવાઇ કરવામાં આવી તેમ સતા લોકો માં જાગૃતિ નો અભાવ કે અન્ય કોઈ કારણો સર બાળ લગ્ન થતાં હોવાનું સામે આવે છે

Translate »
%d bloggers like this: