ખાંભા પંથકમાં ૩ થી ૪ ઈંચ વરસાદ વીજળી પડતા ૧ ખેડૂતનું મોત ૨ ઘાયલ

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ૩ થી ૪ ઇંચ ધોધમાર વરસાદ સાથે વીજળીના કડાકા થયા હતા.

ગોરાણા ગામે વીજળી પડતાં ૧ ખેડૂતનું મોત થયું હતું ક્યારે ૨ ને ઈજાઓ થઈ હતી.

માલકનેશ ગામે ૨ બળદ પર વીજળી પડતાં બળદના મોત નિપજયા હતા.

રાયડી ડેમ આઠમી વખત ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તાર ને એલર્ટ કરાયા.

ખાંભા ગામની મધ્યમાં આવેલ ધાતરવડી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું

Translate »
%d bloggers like this: