અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા તેમજ ગામ્ય વિસ્તારની મુલાકાત લેતા વિપક્ષ કોંગ્રેસે ના નેતા પરેશભાઈ ધાનાણી
અમરેલી ખાંભા ગીરમાં ભાડ સરપંચ શ્રી નવનીતતભાઈ દ્રારા રજુઆત કર્યા બાદ નાનુડી,ભાડ,વાંકીય, જીકિયારી સહિતના ગામડાઓમાં ભારે વરસાદે ના કારણે કપાસ, મગફળી, તલ, કઠોળ સહિતના પાકો માં પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી તેમજ સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત સહિત કોંગ્રેસના ના આગેવાનો દ્રારા ગઈકાલે જૂનાગઢ બાદ આજે ખાંભા ગીર પંથકના ગામોની મુલાકાત લઈ . જાત તપાસ કરીને જગતના તાતની દશા અને દિશા અંગે સરકારને રજુઆત કરવા નેતા દ્વારા ખેડૂતોને અશ્વાશન આપ્યું હતું ત્યારે સામે તરફ ખેડૂતોએ આ નુકસાનીના પ્રશ્નને વિધાનસભામાં પણ ઉઠાવવાની માંગ કરી છે.