અમરેલી જિલ્લાના ખાંભાના રાહાગાળા વિસ્તાર મામાદેવ મંદિરના સામેની જમીનના જમીનમાલિક દ્વારા સરકારી ગૌચર ડુંગરમાં ગેરકાયદેસર ખોદાણ

અમરેલી જિલ્લાના ખાંભાનાં રાહાગાળા વિસ્તારમાં, મામાદેવ મંદિર સામેનો ડુંગર વિસ્તાર કે જ્યાં સિંહો તથા વન્યજીવોનો કાયમી વસવાટ રહેતો હોય છે, તે ગૌચર ડુંગર અડીને આવેલ જમીનના જમીનધારક જે ખાંભા સરકારી સ્કૂલનો સી.આર.સી.અને તેના ભાઈ હીરાના કારખાનેદાર જેણે આ સરકારી ગૌચર ડુંગરમાં અંગત સ્વાર્થ હેતુ ખોદાણ કરી જમીન પચાવવાની તજવીજ કરેલ છે,

જે સરકારીગૌચર અને વન્યસંપદા તેમજ વન્ય જીવોનાં વસવાટ બચાવવાં જાગૃત નાગરિક દ્વારા ખાંભા મામલતદારશ્રીને રજુઆત કરાઈ પરંતુ મામલતદાર કચેરીના સર્કલ કર્મચારીના આશીર્વાદ કે મીલીભગત પણ ખનન કરતા સામે કોઈ પગલાં નહિ,,

, અરે સર્કલ અધિકારી દ્વારા પંચરોજકામ પણ ખોદાણકર્તા જમીનધારકની ઈચ્છા મુજબ કરાવવા કોશિશ પણ અરજદારે ગેરરીતિ જણાતા સહી નહિ કરી અને ખુલાસો માંગ્યો તો સર્કલ અધિકારીશ્રીએ પોતાનું કાળું છુપાવવા આ બનાવટી પંચરોજકામ જ વટથી ફાડી નાખેલ. છતાં આ વિષયે આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થયેલ હોય જેની વધુ તપાસ માટે રજુઆત ખાણખનીજ વિભાગ, અમરેલી અને કલેક્ટરસાહેબશ્રી અમરેલી ને કરાઈ..હવે જોવાનું એ રહ્યું કે પર્યાવરણ અને જંગલ બચાવવાંના સરકારશ્રીના અમૂલ્ય પ્રયાસોને આવા તત્વો કેટલા અંશે સફળ થવા દેશે ?..

Translate »
%d bloggers like this: