અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગામોમાં “સ્વચ્છ ભારત મિશન” હેઠળ “જાહેરમાં શૌચ મુક્ત ગામ”માં તાજેતરમાં બનાવાયેલ સામુહિક શૌચાલય માં મોટો ભ્રષ્ટાચાર આરટીઆઇમાં થયો ખુલાસો

તાજેતરમાં ખાંભાના એક જાગૃત નાગરિક દ્વારા કરાયેલા RTI ના જવાબમાં ખાંભા તાલુકાના ઘણા ગામોમાં SBM હેઠળ બનાવાયેલા સામુહિક શૌચાલય માં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાની વિગતો બહાર આવી છે

ઉપરોક્ત વિકાસના કામોમાં જવાબદાર અધિકારીઓ દ્વારા પ્લાન એસ્ટીમેન્ટ માં દર્શાવેલ ક્વોલિટી,, કોન્ટીટી વિના જ અને હલકી કક્ષાના મટીરીયલ વાપરી લોકોની સુખાકારી ના શૌચાલય ના કામમાં લોટ, પાણી અને લાકડા કરેલ હોય અને જેમાં એક ગામ દીઠ એક સામુહિક શૌચાલય તૈયાર કરવામાં SBM અંતર્ગત 1,80,000₹ + 20000₹ લોકફાળો+4000₹ વધારાના કુલ મળી 2,04,000₹જેવી માતબર રકમ માથી જવાબદારો દ્વારા ફક્ત નજીવી રકમમાં જ શૌચાલયો તૈયાર થયા હોય અને અમુક તો અધુરા જ ભંગાર જેવી સ્થિતિમાં અને બિન ઉપયોગી જ પડેલા છે,

છતાં પોતાના ખિસ્સા ભરનાર તંત્ર બેજવાબદાર વધુમાં ગુજરાત માહિતી આયોગ દ્વારા અરજદારને સાથે રાખી સ્થળ તપાસવા જવાબદાર અધિકારી બ્લોક કોઓર્ડીનેટર અને તાલુકા વિકાસ અધિકારીશ્રી ખાંભા ને આદેશ કરાયા

Translate »
%d bloggers like this: