અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની મામલતદાર કચેરી ખાતે 74 માં સ્વતંત્ર દિનની ઉજવણી

આજરોજ અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકાની મામલતદાર કચેરી ખાતે રાષ્ટ્ના 74 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મામલતદાર શ્રી જાંબુકીય સાહેબ ના વરદહસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ બાદ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.

ત્યારે આજની વિશ્વ મહામારી કોરોના સામે રાત દિવસ એક કરી મોતની પણ પરવા કર્યા વગર જંગ લડતાં કોરોના વોરિયર્સ નું સન્માન મામલતદારશ્રી , તાલુકા વિકાસ અધિકારીશ્રી , પીએસાઈશ્રી , જેવા તાલુકા ના અધિકારીઓ તથા ખાંભા ના સરપંચશ્રી અમરીશભાઈ જોશી, બીજેપી ના વરિષ્ટ કાર્યકરશ્રી મોહનબાપા વરિયા , ગીર નેચર ફાઉન્ડેશન ના શ્રી ભીખાભાઇ બાટાવાળા, અમરેલી જિલ્લા એમડીએમ કર્મચારી મંડળ ના પ્રમુખ અને રાજ્ય સંઘ ના મહામંત્રી શ્રી હસુભાઈ જોશી ના હસ્તે પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યું.

વિશ્વ મહામારી ને ધ્યાનમાં રાખી સીમિત લોકોને ખાસ આમંત્રણ પાઠવી મામલતદાર કચેરીના પટાંગણમાં સમારોહ નું આયોજન કરવામાં આવેલ

આ સમગ્ર સમારોહ નું સંચાલન ખાંભા તાલુકા શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી નિલેશભાઈ ઉનાગર દ્વારા કરવામાં આવેલ છે અને કાર્યક્રમ ને સફળ બનાવવા મામલતદાર કચેરીના સ્ટાફે જહેમત ઉઠાવેલ રાષ્ટ્રીય પર્વ માં દેશની આન બાન શાન સાથે રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપવા પોલીસ જવાનો તેમજ કાર્યદક્ષ હોમગાર્ડ કમાન્ડર શ્રી ચંદુભાઈ દેવેરા એ રાષ્ટ્રીયતા ના દર્શન કરાવેલ તેમજ આ પ્રસંગે યોજાયેલ વૃક્ષા રોપણ નો કાર્યક્રમ ફોરેસ્ટ વિભાગ ના તમામ કર્મચારીઓએ સહજતાથી પાર પાડેલ

અને કોરોના વોરિયર્સ મેડિકલ સ્ટાફ ની સુંદર કામગીરી ને બિરદાવવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: