ખાંભામાં ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત એકતા મંચ ના કનવીનર જીગ્નેશભાઈ મેવાણી સાહેબ ની અધ્યક્ષતા માં એક ભૂમિ અધિકાર સમેલન યોજાય

 

 આજ રોજ ખાંભા ગામે તક્ષશિલા વિદ્યા સંકુલ ખાતે આપણા લોક લાડીલા ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત એકતા મંચ ના કનવીનર જીગ્નેશભાઈ મેવાણી સાહેબ ની અધ્યક્ષતા માં એક ભૂમિ અધિકાર સમેલન યોજાય ગયું સવાર ના 10.30 કલાકે આનંદ સોસાયટી થી તક્ષશિલા વિદ્યા સંકુલ સુધી રોડ શો કરી ને ખાંભા તાલુકા ભર માંથી ઉમટી પડેલ દલિત સમાજના બંધુઓ.. ભીમ સૈનિકો… હાજર રહી કાર્યક્રમ ને ખૂબ જ સફળ બનાવેલ


  • જેમાં જીગ્નેશભાઈ મેવાણી સાહેબે દલિતો ને પોતાના હક્ક વિશે ની યોગ્ય માહિતી આપેલ
    તેમજ પોતાના હક્ક ની મળવા પાત્ર જમીનો ના કબ્જા સરકાર શ્રી તરફથી વહેલી તમે કેમ લેવા અને પોતાના હક્ક અધિકાર માટે કેમ લડવું જોઈએ એની જાણકારી આપી હતી.. સાથે અમરેલી થી પધારેલા નવચેતન ભાઈ પરમારે કાયદાકીય રીતે કેમ લડવું જોઈએ એની વિશેષ જાણકારી આપી હતી.


તેમજ અમરેલી થી પધારેલા ભાંજીભાઈ બગડા (ગુરુજી) એ પણ સારું માર્ગ દર્શન આપેલ.. આ સંપૂર્ણ કાર્યક્રમ ને સફળ બનાવવા ખાંભા ના અનુસૂચિત જાતિ સમાજ ના અગ્રણી પ્રવીણભાઈ સરવૈયા, ભરતભાઈ રથડો, જીવણભાઈ રાઠોડ, રાજુભાઈ રાઠોડ, રમેશભાઈ મારું, રાજુભાઈ પરમાર, અજયભાઈ ખડાધાર, પ્રવીણભાઈ સાગઠીયા, ભરતભાઈ સોંદરવા, વિગેરે યુવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી.
તેમ રાષ્ટ્રીય દલિત એકતા મંચ ના ખાંભા તાલુકા પ્રમુખ ભરતભાઇ રાઠોડ ની યાદી જણાવે છે.

Translate »
%d bloggers like this: