ખાંભા તાલુકાના જુનામાલકનેશ ગ્રામ પંચાયતમાં સરપંચ દ્રારા વ્યાપક પણે ભ્રષ્ટાચારની તપાસનો હુકમ કરતા જિલ્લા વિકાસ અધિકારી.

મળતી માહિતી મુજબ જુનામાલકનેશ ગામે ગ્રામપંચાયત એક તરફી શાસન ચલાવતા સરપંચશ્રી ચોથભાઈ જાદવ દ્રારા અનેક કૌભાંડો આચરેલ હોય

તેની માહિતી મળતા મહુવા તાલુકાના જાગૃત નાગરિક અને પ્રેસ રિપોર્ટર એવા મુકેશભાઈ વાઘેલા દ્રારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ને લેખિતમાં ફરિયાદ કરતા કાર્યદક્ષ અને નીડર એવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ

ખાંભા તાલુકા વિકાસ અધિકારીશ્રીને તટસ્થ તપાસ કરી રિપોર્ટ મોકલવા આદેશ કરેલ છે

ટૂંક સમયમાં તપાસ થાય તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતાઓ લોક ચર્ચા થઈ રહી છે

દરેક કામમાં એસ્ટીમેન્ટને નેવે મૂકી
ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે તો ટૂંક સમયમાં સરપંચશ્રીની બધી પોલ ખુલી પડવાથી પુરી શક્યતા રહેલી છે.

Translate »
%d bloggers like this: