અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના બાબુભાઇ સોલંકી ખાંભા શહેરના શ્રી માનકેશ્વર મહાદેવ મંદિરે માટી તથા જળ લેવા પધારેલ.
અયોધ્યા મુકામે ભગવાન શ્રી રામનું દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ થોડા દિવસો માં થનાર છે હાલ ભારત દેશ ના પ્રત્યેક ગામના મંદિરો માંથી માટી તથા જળ એકત્ર થાય છે.
જે માટી તથા જળ મંદિર નિર્માણમાં પ્રતીક રૂપે વાપરવામાં આવનાર છે.
આ શુભ પ્રસંગે ઉપસ્થિત શ્રી ભગા બાપુ હરિયાણી (પરિષદ અગ્રણી) શ્રી જસુભાઈ મોભ (પ્રમુખશ્રી રુદ્રગણ ગ્રુપ) શ્રી અંબરીશભાઈ જોશી (સરપંચ શ્રી ખાંભા ) શ્રી રાજુભાઈ હરિયાણી (એડવોકેટ ખાંભા) શ્રી કમલેશભાઈ સુચક (વેપારી અગ્રણી) પૂજારી શ્રી રાજુગીરી બાપુ સહિતના યુવાનો હાજર રહ્યા હતા અને રામ મંદિર માટે માટી..જળ અર્પણ કરેલ હતું