ધારી-બગસરા વિધાનસભા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવાર નક્કી કરવામાં આવે, તેને જીતાડવાના ભાગ સ્વરૂપે ધારી ખાતે પદાધિકારીઓની બેઠક મળેલ હતી.

આ બેઠકમાં પ્રભારી મંત્રી શ્રી હકુભા જાડેજા, ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, સંગઠન પ્રભારી શ્રી જયંતિભાઈ કવાડિયા અને શ્રી ભરતભાઈ ગાજીપરા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા.

પૂર્વ ધારાસભ્યો શ્રી બાલુભાઈ તંતી, શ્રી બાવકુભાઈ ઉંધાડ, શ્રી મનસુખભાઈ ભુવા, શ્રી જે.વી.કાકડીયા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ શ્રી રવુભાઈ ખુમાણ, શ્રી કમલેશભાઈ કાનાણી, શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી મનસુખભાઈ સુખડીયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી શુક્લભાઈ બલદાણીયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Translate »
%d bloggers like this: