કેવડિયા ખાતે પી.એસ.આઈ.ની આત્મહત્યાની ઘટના બાદ રાજ્યના ડીજીપી શિવાનંદ જાએ હથિયાર ફાળવણીમાં નવા સુધારાનો આદેશ કર્યા

કેવડિયા ખાતે પી.એસ.આઈ.ની આત્મહત્યાની ઘટના બાદ રાજ્યના ડીજીપી શિવાનંદ જાએ હથિયાર ફાળવણીમાં નવા સુધારાનો આદેશ કર્યા.
હવેથી પ્રોબેશન અધિકારીઓને હથિયાર ફાળવવામાં આવશે નહીં.
જે પોલીસ અધિકારીએ વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન ઓછામાં ઓછા 60 ગુણ મેળવેલ હોય તેવા ને જ હથિયાર ફાળવાશે છે.


સારા ગ્રેડીંગ ધરાવતા પોલીસ અધિકારીઓને જ વીવીઆઇપી બંદોબસ્ત દરમિયાન ફરજ સોંપવામાં આવશે.


રાજપીપળા, તા.21
કેવડિયામાં પીએસઆઇ દ્વારા આત્મહત્યાની ઘટના બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે રાજ્યના ડીજીપીએ હથિયાર ફાળવણી માટે નવો સુધારા આદેશ બહાર પાડ્યા છે. જેમાં ફરજ સિવાયના સમયે અધિકારીઓએ સરકારી હથિયાર ફરજિયાત જમા કરવાના આદેશ કર્યા છે. ખાસ કરીને પી.આઈ પી.એસ.આઈ અને એ.એસ.આઈ માટે આ આદેશો જારી કરાયા છે, જ્યારે હવેથી પ્રોબેશન અધિકારીઓને હથેળી ફાળવવામાં આવશે નહીં. માત્ર વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ અથવા પરેડ દરમિયાન જ ફાળવવાના રહેશે બાદમાં તુરંત જમા કરાવવું. સિવિલ ડ્રેસમાં હથિયાર ખાસ સંજોગોમાં ઉપર અધિકારીના આદેશ બાદ જ ફાળવાશે. પાંચ વર્ષ કરતાં વધુ સમય ગાળો પોલીસ વિભાગમાં ગાડીયો હોય અને કમાન્ડો તાલીમ મેળવેલ હોય તેવાને વી.આઈ.પી સુરક્ષા દરમિયાન કમિશનર અથવા એસપી કક્ષાના અધિકારીની સુચના બાદ સરકારી હથિયાર ફાળવી શકાશે.
જે પોલીસ અધિકારીઓના વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન ઓછામાં ઓછા 60 ગુણ મેળવેલ હોય તેવાને જ હથિયાર ફાળવવું. રજા દરમિયાન પોલીસ સ્ટેશન ખાતે પોલીસને ફાળવેલ હથિયાર જમા કરાવવું કોઈ પોલીસ અધિકારી અથવા કર્મચારી માનસિક તણાવ હેઠળ તેવા સંજોગોમાં તેવા અધિકારીને હથિયાર ન ફાળવવામાં આવે તેવો જ અધિકારીને વીવીઆઇપી તેમજ સંવેદનશીલ ફરજ સોંપી નહીં. સારા ગ્રેડીંગ ધરાવતા પોલીસ અધિકારીઓને જ વીવીઆઈ.પી બંદોબસ્ત દરમિયાન ફરજ સોંપવામાં આવે તેની તકેદારી રાખવી અને તેમ છતાં સૂચનાનો અમલ કરવામાં ન આવે તો સંબંધિત અધિકારી ની જવાબદારી નક્કી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: