CRPFની તરફથી કાશ્મીરમાં સામાન્ય પ્રજાની સહાયતા માટે ‘મદદગાર’ હેલ્પલાઇન લોન્ચ કરાઇ

CRPFની તરફથી કાશ્મીરમાં સામાન્ય પ્રજાની સહાયતા માટે ‘મદદગાર’ હેલ્પલાઇન લોન્ચ કરાઇ છે. આ હેલ્પલાઇન પણ પાકિસ્તાન માટે ભડાસ કાઢવાની જગ્યા બની ગઇ છે. હેલ્પલાઇન પર 7071 કોલ્સ 11 ઑગસ્ટથી 16 ઑગસ્ટની વચ્ચે આવ્યું અને તેમાંથી 171 ભારતની બહારથી આવ્યા હતા. લોકો હેલ્પલાઇન પર ફોન કરીને પોતાના પરિવાર અને સંબંધોઓના ખેરિયત માલૂમ કરી રહ્યા હતા. પાકિસ્તાનથી ફોન કરી કેટલાંક લોકો એ સુરક્ષાબળોને જ ખૂબ જ અપશબ્દ બોલી ભડાસ કાઢી હતી.
મદદગાર હેલ્પલાઇન પર 2700 ફોન કોલ્સ સુરક્ષાબળોના પરિવારની તરફથી, 2448 કોલ્સ કાશ્મીરથી બહાર રહેતા લોકોએ પોતાના પરિવાર માટે ફોન કર્યા. 1752 કોલ્સ બિન-કાશ્મીરી લોકોએ કાશ્મીરના લોકોની ભાળ પૂછવા માટે ફોન કર્યા. પ્રદેશની બહાર રહેતા લોકોએ હેલ્પલાઇન દ્વારા પોતાના પરિવારની ખેરિયત જાણી.
વિદેશથી પણ ઘણા ફોન કોલ્સ આવ્યા

ટોલ ફ્રી નંબર 14411 પર સાઉદી અરબથી 45 કોલ આવ્યા. કુલ 22 દેશોમાંથી કાશ્મીરમાં પોતાના લોકોની ભાળ મેળવવા માટે ફોન આવ્યા. તેમાંથી 39 યુએઇથી, 12 કુવૈતથી, 8 ઇઝરાયલ, મલેશિયાથી અને 7 યુકે, સિંગાપુર અને બાંગ્લાદેશથી ફોન કોલ્સ આવ્યા. 3 ફોન કોલ્સ કેનેડા, બહેરીન, જર્મની, ફિલિપાઇન્સ, અને થાઇલેન્ડથી ફોન કોલ્સ આવ્યા અને 2 ઓમાન, ફ્રાન્સ, અને બેલ્જિયમથી. એક ફોન કોલ ચીનથી અને એક કતારથી આવ્યો.
સુરક્ષા બળોના પરિવારો માટે પણ મદદરૂર બની હેલ્પલાઇન

રાજ્યમાં તૈનાત સુરક્ષા બળોના પરિવારો માટે પણ મદદગાર હેલ્પલાઇન ખેરિયત જાણવાનું સાધન બની ગયું. 1882 કોલ્સ સીઆરપીએફના જવાનો માટે, જમ્મુ-કાશ્મીર પોલીસ માટે 174, 215 સેનાના જવાનો માટે, 112 આઇટીબીપી, 99 સીમા સુરક્ષા બળ, 32 સીઆઈએસએફ, 20 આરપીએફ, અને 8 એરફોર્સ જવાનો માટે મદદગાર હેલ્પલાઇન પર કોલ્સ આવ્યા. જ્યારે પણ કોઇ સ્થાનિક પરિવાર માટે ફોન આવે છે તો સીઆરપીએફના જવાન તેમના ઘરે જઇને પરિવારની ખેરિયત માલૂમ કરી ફોન કરનારાને માહિતી આપે છે.

Translate »
%d bloggers like this: