કરજણ ડેમ આજે વોર્નિંગ એલર્ટસ્ટેજ પર મુકાશે

કરજણ ડેમ આજે વોર્નિંગ એલર્ટસ્ટેજ પર મુકાશે

70 % ભરાતો ડેમ અલર્ટસ્ટેજ પર મુકાઈ છે આજે કરજણ ડેમ 69.95 % ભરાયો

રૂડ લેવલ 108.12 મીટર કરતાં વધીને 190.21 મીટર થઈ હતા ચોથે દિવસે પણ કરજણ ડેમમાંથી કરજણ નદીમાં પાણી છોડવાનું ચાલુ રખાયું.

ડેમમાં 0.50 મીટરના 2 અને 5 નંબર ગેટ ખોલતા ડેમમાં પાણીની આવક 4775 થઈ.

કરજણ ડેમ હજી પણ 69. 95 % ભરાયો.

કરજણ ડેમની 100.21 મીટરની સપાટી.

રાજપીપળા, તા. 7
નર્મદા જિલ્લામાં સતત ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં સતત પાણીનો આવરો ચાલુ રહેવાથી ડેમ 69. 95 % ભરાઈ ગયું છે જો કરજણ ડેમ 70% ભરાય તો વોર્નિંગ એલર્ટ જાહેર કરવો પડશે હાલ વોર્નિંગ એલર્ટ સ્ટેજ માટે માત્ર 0.05 મીટર બાકી છે જે આજે ડેમ 70 ટકા ભરાઈ જવાની વકી છે આજે સાંજ સુધીમાં કરજણ ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવે તે જાય તેવી શક્યતા ડેમ સત્તાવાળાઓ જણાવી રહ્યા છે.
બીજી તરફ છેલ્લા ચાર દિવસથી દેડિયાપાડા સાગબારા ના ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતાં કરજણ ડેમમાંથી કરજણ નદીમાં આજે ચોથા દિવસે પણ પાણી છોડવાની ફરજ પડી હતી. જોકે ક્રમશઃ પાણીની આવક ઘટી રહી છે. કરજણ ડેમનું રૂલ લેવલ જાળવવા આજે ચોથા દિવસે કરજણ નદીમાં 4754 ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી હતી. કરજણ ડેમમાં રુડ લેવલ 108.12 મીટર થી વધીને 109.21 મીટર સપાટી વધી જતા કરજણ ડેમમાંથી સત્તાવાળાઓએ આજે પણ ગેટ ખોલવાના ચાલુ રાખ્યા હતા. જેમાં બે અને પાંચ નંબરના ગેટ 0.5 મીટર પહોળા ખુલી નદીમાં 4,754 ક્યુસેક પાણી છોડાયું હતું. ડેમમાં પાણીની આવક 4754 આવક છે અને તેની સામે એટલી 4,754 આવક નોંધાય છે કરજણ ડેમમાં પાણીનો જીવંત જથ્થો વધીને 352.86 મિલિયન ઘનમીટર થયો છે. જ્યારે ગ્રોસ સ્ટોરેજ 376. 87 મિલિયન ઘનમીટર થયો છે. હજી પણ કરજણ નદી બે કાંઠે વહી રહી છે.
છેલ્લા ચાર દિવસથી ડેમ ની બાજુમાં આવેલ સ્મોલ હાઈડ્રો પાવરમાં દોઢ-દોઢ મેગાવોટના એમ કુલ ૩ મેગાવોટ બે વીજ યુનિટ ધમધમી રહ્યા છે. જેમાં દૈનિક 70 હજાર યુનિટ વીજળી પેદા થઈ રહી છે. હાઈડ્રોપાવર માં 425 ક્યુસેક પાણી રીલીઝ થઇ રહ્યું છે.

રિપોર્ટ :.જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: