જીવાદોરી સમાન કરજણ ડેમમાં ભર ઉનાળે જૂન માસ માં વરસાદ ન થતા ડેમ ખાલી

ભરૂચ નર્મદા ની જીવાદોરી ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમમાં ભર ઉનાળે જૂન માસ માં વરસાદ ન થતા ડેમ ખાલી થયો

 કરજણ ડેમમાં માંડ 31.75%, પાણી ડેમ ટકા 68. 25 % ખાલી થયો.

 ડેમમા પાણીની આવક ન થવાને પગલે ડાબા કાંઠા અને જમણા કાંઠાની બંનેને નહેરોમા પાણી છોડવાનું બંધ કરાયું, 

સ્મોલ હાઇડ્રોપાવર ના બંને વીજ યુનિટો પણ બંધ કરાયા, 

   આ સપ્તાહમાં વરસાદ નહીં પડે તો ખેતી માટેની પાણીની માંગ વધશે

 ચાલુ સિઝનમાં વરસાદ ખેંચાતા કરજણ ડેમમાં પાણીનો જીવંત જથ્થો 147.09 મિલિયન ઘન મીટર બચ્યું છે.

રાજપીપલા તા.24

 ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમમાં ભર ઉનાળે વરસાદ ખેંચાતા જૂન અંતમાં પણ સારો વરસાદ ન થતા, આ ડેમ ક્રમશઃ ખાલી થઈ રહ્યો છે. હાલ ડેમમાં માંડ 31.75%પાણી બચ્યું છે અને ડેમ 68 25% ખાલી થઈ ગયો છે. ચાલુ વર્ષે જૂન માસ પુરો થવા આવ્યો છતાં વરસાદ થતો નથી કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં અત્યાર સુધી માંડ 33 મીમી (દોઢ ઇંચ )જેટલો વરસાદ થયો છે જેમાં કરજણ ડેમમાં અત્યાર સુધીમાં કુલ 26 મીમી ઘંટોલીમાં 38 મીમી અને ફૂલવાડીમાં 33 મીમી એટલે કે સરેરાશ 32 મીમી જેટલો વરસાદ થતા ડેમોમાં પાણીની આવક વધી શકી નથી અને કરજણ ડેમ માં ભર ઉનાળે પાણીની આવક ઘટી રહી છે.

 હાલ કરજણ ડેમની સપાટી 97.83 મીટર છે જ્યારે તેનું જીવંત જથ્થો 147.09 મિલિયન ઘન મીટર છે તથા ગ્રોસ  લેવલ 171.10 મિલિયન ઘન મીટર છે જેને કારણે ડેમમાં પાણીની આવક ન થવાને પગલે ડાબાકાંઠા અને જમણાકાંઠા  ની બંનેને નહેરોમાં પાણી છોડવાનું બંધ કરાયું છે.જોકે સ્મોલ હાઇડ્રોપાવર ના બંને વીજ યુનિટો પણ બંધ કરવામાં આવ્યા છે જોકે વરસાદ ખેંચાતા ખેડૂતો ને સીંચે માટે પાણી આપવા કરજણ ડેમ પાસે પુરતું પાણી હોવાનું ગેમ સત્તાવાળા ઓજન આવે છે પણ હજી વરસાદ ખેંચાય તો જળસંકટ ઊભું થાય તેમ છે હાલ ખેડૂતો કાગડો ઉડે ખેતીલાયક સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

 રિપોર્ટ : જ્યોતિ  જગતાપ,  રાજપીપળા

Translate »
%d bloggers like this: