કદમગીરી ગામની વાડી વિસ્તાર માંથી પાલીતાણાના બુટલેગર મુન્નો મોભ તથા નદિમ જુણેજાને ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની અલગ અલગ કંપનીની પેટી નંગ-૪૦૪ બોટલ નંગ- ૪૮૪૮ કિ.રૂ. ૧૭,૪૦૧૮૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ

 

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને સખત સુચના આપેલ. કે જીલ્લામાં બનેલ અનડીટેકટ ઘરફોડ ચોરી તથા લુંટ તથા ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ અટક કરવા તેમજ જેલ માંથી પરેલો ઉપર છુટેલ આરોપીઓ હાજર થયેલ ન હોય તેવા ઇસમો ઉપર કાર્યવાહી કરવી તેમજ દારુ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખ્ત સુચના કરૈલ

 

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પાલીતાણા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન હેડ કોન્સ જીતુભા ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે પાલીતાણામાં રહેતા રવિરાજ ઉર્ફે મુન્નો મોભ તથા નદિમ ઉર્ફે ભાણો એ કદમગીરી (બોદાના નેસ) ગામે આવેલ વાડી વિસ્તારમાં મુકેશ દોશીની વાડીની બાજુમાં સરકારી પડતર જગયામાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ છે. અને તે દારૂનો જથ્થો સગે- વગે કરવાની વાહન સાથેની તૈયારીમાં છે. તે હકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન

 

(૧) રોયલ ચેલેન્જ પેટી નંગ-૩૨બોટલ નંગ-૩૮૪

(ર) રોયલ સ્ટેગ પેટી નંગ-૪૭ બોટલ નંગ- ૫૬૪

(૩) મેકડોવેલ નંબર-૦૧ પેટી નંગ-૧૬૧ બોટલ નંગ-૧૯૩૨

(૪) એપીસોડ વ્હિસ્કી પેટી નંગ-૧૬૪ બોટલ નંગ-૧૯૬૮

 

કુલ બોટલ નંગ ૪૮૪૮ કિ.રૂ.૧૭,૪૦૧૮૦/- ની ઇગ્લીશ દારૂની બોટલો મળી આવેલ તેમજ સ્થળ ઉપરથી એક બોલેરો પીકઅપ વાહન તથા મારૂતિ અલ્ટ્રો તથા હોન્ડા મો.સા. તથા મોબાઇલ નંગ-૦૪ મળી કુલ કિ.રૂ. ૨૦,૨૧,૧૮૦/- નો મુદામાલ સાથે આરોપી (૧) રવિરાજ ઉર્ફે મુન્નો દાનુભાઇ મોભ રહે. પાલીતાણા (ર) નદિમ ઉર્ફે ભોણો ગફારભાઇ ઝુણેજા રહે. પાલીતાણા સ્થળ ઉપર મળી આવતા તેઓને પોલીસ હોમ કોરોન્ટાઇન કરી તેઓ ના વિરૂધ્ધમાં જેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬(બી),૮૧, ૯૮(ર) મુજબનો ગુન્હો.

 

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા તથા રાજપાલસિંહ સરવૈયા તથા તિરૂણસિંહ સરવૈયા તથા કુલદિપસિંહ ગોહિલ તથા શકિતસિંહ સરવૈયા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

Translate »
%d bloggers like this: