હું સાંભળી નથી શકતો પરંતુ મારૂ ગત માસનું પેન્શન રૂ.૧૭૪૩૩  હું આપને આપું છું

હું સાંભળી નથી શકતો પરંતુ મારૂ ગત માસનું પેન્શન રૂ.૧૭૪૩૩  હું આપને આપું છું


જૂનાગઢ,તા.૮ માનનિય શ્રી સૌરભભાઈ સાહેબ કલેકટરશ્રી જૂનાગઢ મારૂ નામ નવનીતરાય  મણીશંકર ક્ષોત્રિય છે . મારી ઉમર ૭૮  વર્ષની છે, હું સાંભળી નથી શકતો એટલે આપશ્રીને આ પત્ર લખું છું, હું એકલો જ છું. કોઈ નથી
હું નાનો પેન્શનર છું. મારા ગયા માસ ની પેન્શન ની રકમ રૂ.૧૭૪૩૩ સત્તર હજાર ચારસો તેત્રીસ તે એક માસના પેન્શનની પૂરી રકમ આપના દ્વારા કોરોના રાહત ફંડમાં આપવાની ઇચ્છા લાગણી છે. જેથી આ પત્રની સાથે ચેક પાઠવું છું, તે નમ્ર વિજ્ઞપ્તી –આભાર લી. નવનીતરાય  મણિશંકર ક્ષોત્રિય ના જય હિન્દ – જય ભારત, શુભાશીશ અને સાથે ચેક નંબર ૨૯૪૪૦૫ સામેલ છે
જૂનાગઢના નવનીતરાય દ્વારા કલેકટર ડો. સૌરભ પારઘીને તેમના શબ્દોમાંજ અક્ષરસહ લખાયેલા આ પત્ર છે. પત્ર ની સાથે તેઓ ચેક આપવા કલેકટર ઓફિસે પહોંચી નિવાસી અધિક કલેકટર ડી. કે. બારિયાને ચેક અર્પણ કરે છે. જૂનાગઢ ના ૭૮ વર્ષિય નવનીત ભાઈની આ ખુમારી છે . એટલે જ તો સૌરાષ્ટને સંત સુરા અને દાતારોની ભૂમિ કહેવાય છે.


ટીપે-ટીપે સરોવર ભરાઈ અહી તો એક નિવૃત પેન્શનર પોતાના આખા માસનું પેન્શન રાહતફંડમાં આપે છે.  નવનિતભાઇનો આ લેટર સ્પષ્ટ દિશા નિર્દેશ કરે છે, આપણે એક જૂટ છીએ એક છીએ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સક્ષમ છીએ. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લામાંથી અત્યાર સુધીમાં દાતાઓ સેવાભાવીઓ દ્વવારા કુલ રૂ. ૮૫.૯૪ નું દાન મળી ચૂક્યું છે.

Live

Translate »
%d bloggers like this: