જેતપુર: સીટી પોલીસ દ્વારા ૮૦ બોટલ દારૂ, ૨ કાર સહીત ૨,૧૫,૩૦૦ના મુદ્દામાલ સાથે ૧ની ધરપકડ

જેતપુર: સીટી પોલીસ દ્વારા ૮૦ બોટલ દારૂ, ૨ કાર સહીત ૨,૧૫,૩૦૦ના મુદ્દામાલ સાથે ૧ની ધરપકડ

 

જેતપુર સીટી પી. આઇ. જે.બી.કરમુર જેતપુર સીટી પોલીસ સ્ટેશન ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.હેડ.કોન્સ.શ્રી ભાવેશભાઇ ચાવડા, પો.કોન્સ.શ્રી અજીતભાઇ ગંભીર તથા લખુભા રાઠોડની સંયુક્ત ખાનગી હકીકત આધારે ધારેશ્વર શીવમ હેન્ડ ફીનીસીંગ વર્ક ખાતેથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૮૦ કિ.રૂ. ૩૦,૩૦૦/- તથા બે ફોરવ્હીલ ગાડી મળી કુલ મૂદ્દામાલ રૂ. ૨,૧૫,૩૦૦/- નો પકડી પ્રોહી. એકટ કલમ- ૬૫(એ)(ઇ), ૯૮(૨), ૮૧ મુજબ ગુનો નોંધી હીતેષભાઇ વિનોદભાઇ ટીલાળા (રહે. નાની પરબડી, તા.ધોરાજી)ની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ નવનીત ઉર્ફે લાલો જમનભાઈ શીંગાળા (રહે.મોટા ગુંદાળા, તા.જેતપુર) (૦૨) સંજયભાઇ રાણાભાઇ પટોળીયા (રહે.પીપળવા, તા.જેતપુર) (૦૩) હરેશ ઉર્ફે હરીયો રવજીભાઇ મકવાણા (રહે.સામા કાંઠે, જેતપુર) (૦૪) ધવલભાઇ સાવલીયા (રહે. જેતપુર)ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Translate »
%d bloggers like this: