Jetpur: LCB-Rajkot Rural catching gambling with Rs. 2,3,100 / – from Jetpur City Police Station Area

લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ કી.રૂ. ૨,૭૯,૧૦૦/- સાથે ૪ શખ્સોને ધોડીપાસાનો જુગાર રમતા ઝડપી પાડ્યા: ૬ શખ્સો ફરાર

રાજકોટ રેન્જ આઇ.જી. શ્રી સંદીપસીંધ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના એસ.પી. શ્રી બલરામ મીણા સાહેબ દ્વારા દારૂ તેમજ જુગારની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ- રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ. શ્રી. એ.આર.ગોહીલ સ્ટાફ સાથે જેતપુર ડીવીજન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગરને સંયુક્ત રાહે મળેલ બાતમી આધારે જેતપુરના દેરડીની ધાર વિસ્તારમાંથી આમદભાઈ જુમાભાઈ મુસાણી જાતે. મતવા (ઉ.વ. ૩૬ રહે. ટબ્બા હોલ પાસે, મતવા શેરી, જેતપુર), સુનીલ ઉર્ફ મુનો હસનભાઈ લાલાણી જાતે ખોજા (ઉ.વ. ૪૬ રહે. નાના ચોક, તકીયા શેરી દરગાહ પાસે, જેતપુર), અફજલભાઈ હનીફભાઈ બાલાણી જાતે: મતવા (ઉ.વ. ૩૦ રહે. જીકરીયા મસ્જીદ પાસે, ખોડપર, જેતપુર), અભીષેકભાઈ હર્ષદભાઈ અગ્રાવત જાતે: બાવાજી (ઉ.વ. ૨૭ રહે. રહે. જગાવારા ચોરા પાસે, જેતપુર)ને ૧,૦૫,૬૦૦ની રોકડ રકમ, ૬ નંગ મોબાઈલ કી. રૂ. ૭૩,૫૦૦, ૬ મોટરસાઇકલ કી. રૂ. ૧,૦૦,૦૦૦ સહીત કુલ ૨,૭૯,૧૦૦ના મુદ્દામાલ સાથે ધોડીપાસાનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જયારે કાદીર ઉર્ફ કાજલો વલીભાઈ ચૌહાણ (રહે. નાના ચોક, તકિયા શેરી, જેતપુર) હાજી ઈસ્માઈલ જુણેજા (રહે. જેતપુર), રફીક જીકરભાઈ ભુવર (રહે. વોરા વોંકળી કાંઠે, જેતપુર), અલી હાજીમહમદ ગોગડા (રહે. જંગલેશ્વર, રાજકોટ), અમીનભાઈ હાસમભાઈ ડોઢીયા (રહે. રાજકોટ), ઈસ્તીયાજ ઉર્ફે ઈમુ મહમદભાઈ (રહે. ધોરાજી)ને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર: સુનિલ જમોડ (જેતપુર)

Translate »
%d bloggers like this: