Jetpur: City Police Caught liquor From Factory

જેતપુર: શહેરના રબારીકા રોડ પર પાદરિયા ઉદ્યોગ નગરમાં આવેલા સાડીના કારખાનામાં સીટી પોલીસે રેડ કરી ૬૦ બોટલ દારૂ પકડી પાડ્યો

 

જેતપુર શહેરના રબારીકા રોડ પર પાદરિયા ઉદ્યોગ નગરમાં વિષ્ણુ લક્ષ્મી નામના સાડીના કારખાનામાં અંગ્રેજી દારૂ રાખ્યો વેંચવા માટે સંઘર્યો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે વિષ્ણુ લક્ષ્મી કારખાનામાં રેઇડ કરતા કારખાનાની ઓફિસ પાછળથી જુદીજુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની ૬૦ બોટલ કિંમત રૂપિયા ૨૫,૨૦૦ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો.

૩૧ ડિસેમ્બર નજીક હોય જેતપુર પંથકમાં વસતા પ્યાસીઓની પ્યાસ બુજાવવા માટે બુટલેગરોએ અગાઉથી પ્લાનિંગ શરૂ કરી દિધુ છે અને દારૂનો સંગ્રહ કરવાનું શરૂ કરી દિધુ છે. પોલીસે પકડાયેલ દારૂ પરથી કારખાનેદાર માલીક વસંતભાઈ રમણિકભાઈ ખાચરિયા (રહે. ફૂલવાડી, જેતપુર) વિરુધ્ધ પાસ પરમીટ વગર અંગ્રેજી દારૂ રાખવાનો ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

રિપોર્ટર: સુનિલ જમોડ (જેતપુર)

Translate »
%d bloggers like this: